Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરની કારમાં વિદેશી દારૂની રેલમછેલ:ખોડીયારનગર સામે પાર્ક કરેલી કારમાંથી 284 બોટલ વિદેશી દારૂ જપ્ત, આરોપી ફરાર

    9 hours ago

    ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે તરસમિયા રોડ ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાન સામે નંબર પ્લેટ વગરની પાર્ક કરેલી કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની 284 બોટલ વિદેશી દારૂ તથા કાર મળી કુલ 8.65 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન શખસ હાજર નહીં મળી આવતા સમગ્ર મામલે શખસ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદેશી દારૂની 284 બોટલો અને ફોર વ્હીલ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો આ અંગે પેરોલ ફર્લો સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાન વાડી, ખોડીયારનગર, ખારશી વિસ્તાર, તરસમીયા રોડ, ભાવનગર તેની હયુન્ડાઇ કંપનીની નંબર પ્લેટ વગરની વેન્યુ ફોરવ્હીલ કારમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે અને તે દારૂ ભરેલ ફોરવ્હીલ કાર તેના રહેણાંક મકાનની સામે જાહેર રોડ પર પાર્ક કરી છે. પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં રાજુભાઇ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ શખસ હાજર મળી આવ્યો ન હતો. જેથી, પોલીસે તેની ફોરવ્હીલ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 284 બોટલો 2,65,230 અને ફોરવ્હીલ કાર 6,00,000 મળી કુલ 8,65,320 સહિતનો મુદ્દામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાનવાડી, ખોડીયારનગર, તરસમીયા રોડ, ભાવનગર વિરૂદ્ધ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રંગમતી નદી સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલી:DLSA, હોમગાર્ડઝ અને JMCનું સંયુક્ત અભિયાન
    Next Article
    'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' ઘીના નામે સુરતીઓને ઝેર પીરસાયું:અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 નકલી ઘીના ડબ્બા જપ્ત, દોઢ વર્ષથી ચાલતું હતું કૌભાંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment