Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં પીસીબીનો સપાટો:નોબલનગરમાં આવાસ યોજનાના ત્રણ મકાનમાંથી 2835 દારૂ-બિયરની બોટલો મળી, દાણીલીમડામાં રિક્ષામાંથી દારૂ મળ્યો

    2 days ago

    શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસ કમિશનરની PCB સ્ક્વોડ દ્વારા સરદારનગર અને દાણીલીમડા વિસ્તારમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નોબલ નગરમાં આવેલા વાલ્મિકી આવાસ યોજનાના 3 મકાનોમાં દીપુ સિંધી અને શ્રવણ ઉર્ફે બલાજી ઠાકોર દ્વારા દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો પોલીસે 8.67 લાખની કિંમતની 2835 જેટલી બોટલો કબજે કરી છે. જ્યારે દાણીલીમડા વિસ્તારમાં આલિસન કોમ્પ્લેક્સ ના પાર્કિંગમાં રીક્ષા માંથી દારૂ અને બિયરની ટીન મળી આવી હતી જેને કબ્જે કરવામાં આવી છે. પીસીબી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમની શોધખોળ હાથ ધરી છે. પૂંઠાના બોક્સ ખોલીને જોતા જ દારૂ નીકળ્યો પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડના પી.આઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે, શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નોબલનગરમાં વાલ્મિકી આવાસ યોજનાના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. જેના આધારે ટીમ દ્વારા વાલ્મિકી આવાસ યોજના ખાતે તપાસ કરવામાં આવી હતી. બ્લોક નંબર 14ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સીડીની બાજુની જગ્યામાં લોખંડની જાળી બનાવવામાં આવેલી હતી. જેમાં તાળું મારેલું હતું જે બાબતે ચેરમેન સેક્રેટરીને પૂછતા તેમણે ચાવી કોની પાસે છે તેની માહિતી આપી નહોતી. જેથી પોલીસે તાળું તોડી અને તેમાં રહેલા પૂંઠાના બોક્સ ખોલીને જોતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 2835 જેટલી બોટલો મળી પીસીબી ટીમે આવાસ યોજનાના બ્લોક નંબર 15માં ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અને પહેલા માળે આવેલા મકાનમાં અને બ્લોક નંબર 17માં પ્રથમ માળે આવેલા મકાનમાં તપાસ કરી હતી ત્યારે ત્રણેય મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તમામ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો કબજે કરી અને એરપોર્ટ નજીક આવેલી પોલીસ ચોકી પાસે લાવીને ગણતરી કરતા 2835 જેટલી બોટલો જેની કિંમત રૂપિયા 8.37 લાખ થઈ હતી. પૂછપરછમાં દીપુ સિંધીનો દારૂ હોવાનું જાણવા મળ્યું વાલ્મિકી આવાસ યોજનામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સીડી પાસેની જગ્યામાં લોખંડની જાળી બનાવવી અને આ ત્રણેય મકાન કોના છે તે અંગે પૂછપરછ કરી હતી જોકે કોઈપણ વ્યક્તિ ત્યાં બોલવા તૈયાર નહોતું ત્યારે પોલીસને કોઈ પણ વ્યક્તિ આ મકાન કોનું છે અને તેમાં કોણે દારૂનો જથ્થો છુપાવ્યો છે, તે બાબતે પૂછતા દારૂનો જથ્થો શ્રવણ ઉર્ફે બલાજી ઠાકોર અને દીપુ સિંધીનો હોવાનું જણાવ્યું હતું. બંને દ્વારા આ વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં આવ્યો હતો જેથી પોલીસે બંને વિરુદ્ધ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ધરપકડની તજવીજ હાથ ધરી છે પીસીબીની ટીમને દાણીલીમડા વિસ્તારમાં પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવા અંગેની બાતમી મળી હતી. દાણીલીમડા ચાર રસ્તાની બાજુમાં આવેલા આલીશાન કોમ્પલેક્ષના પાર્કિંગમાં રીક્ષામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો જેથી પોલીસે ત્યાં દરોડો પાડીને રીક્ષામાંથી 72 જેટલી વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા આરીફ શેખ નામના વ્યક્તિ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!:પીડિત પરિવાર અને ઇન્સ્યુરન્સ એજન્ટને FIR, પીએમ રિપોર્ટ સહિતના દસ્તાવેજો વિનામૂલ્યે મળશે
    Next Article
    દાહોદમાં ખનિજ વિભાગની કાર્યવાહી, 8 ડમ્પર જપ્ત:રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી વહન કરતા ₹1.70 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment