Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO:પાર્સલ ખોલતા જ ગ્રાહક ચોંકી ગયો, અમરેલીની પ્રખ્યાત અવધ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, નોટિસ અપાશે

    14 hours ago

    અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આજે ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અમરેલી શહેરના ચીતલ રોડ પર રહેતા હાર્દિક જોષીએ જણાવ્યું કે, તેમણે બપોરે એક વાગ્યાની આસપાસ અવધ હોટલમાંથી ટિફિન પાર્સલ કરાવ્યું હતું. ઘરે જઈને પાર્સલ ખોલતા છાશમાં કાળી જીવાત જેવું કંઈક દેખાયું હતું. હાર્દિક જોષીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. તેમણે આને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા આ હોટલની વ્યવસ્થિત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જીવાત નીકળવાની ઘટનાને ગંભીરતાથી લઈ ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. અમરેલી ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર કિશોર કળસરિયાએ જણાવ્યું કે, અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકની ફરિયાદ મળી હતી કે પાર્સલમાં જીવાત છે. જેથી અમારી ટીમ સેમ્પલ લેવા માટે આવી છે, જે સેમ્પલ વડોદરા જશે. અવધ રેસ્ટોરન્ટને નોટિસ પણ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પહેલી એપ્રિલથી સાબરમતી નદી ખાલી થશે:વધુ એક સિંગરના પ્રેમલગ્નથી સર્જાયો વિવાદ, લગ્નની મુંઝવણમાં એન્જિનિયરે ફાંસો ખાધો
    Next Article
    પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી:ઘરેથી અંગત કારણોસર નીકળ્યા બાદ મૃતદેહ મળ્યો, પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment