Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 એપ્રિલે વડોદરાના આ રસ્તાઓ પરથી ન નીકળતા, અટવાઈ જશો!:પોલિટેકનિક કોલેજ અને દશરથની MP પટેલ હાઇસ્કૂલમાં મતગણતરી યોજાશે, જાણો નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા

    10 hours ago

    વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને ધ્યાનમાં રાખીને નો-પાર્કિંગ અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે. વડોદરાના પંડ્યા બ્રિજ છેડે આવેલ પોલીટેક્નિક કોલેજ ખાતે મહાનગર પાલિકાના વોર્ડ નં. 1થી 19 માટે મતગણતરી યોજાશે, જ્યારે દશરથ ખાતે આવેલ એમ.પી. પટેલ હાઇસ્કૂલમાં 6 જિલ્લા પંચાયત અને 26 તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરાશે. જેને પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને તા. 28 એપ્રિલનાના રોજ વહેલી સવારથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાસ ટ્રાફિક નિયંત્રણ લાગુ કરાયું છે. પોલીટેક્નિક કોલેજ વિસ્તારમાં નો-પાર્કિંગ: તા. 28 એપ્રિલના રોજ સવારે 4 કલાકથી ફતેગંજ સર્કલથી પંડ્યા બ્રિજ નીચે યુ-ટર્ન લઈ પોલીટેક્નિક કોલેજ, ફૂડ એન્ડ ડ્રગ્સ માર્ગ મારફતે ફરી ફતેગંજ સર્કલ સુધી તેમજ નરહરી સર્કલથી સદરબજાર રોડ થઈ જુનાવુડા સર્કલ સુધીના માર્ગ પર બન્ને બાજુ તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. દશરથ – એમ.પી. પટેલ હાઇસ્કૂલ વિસ્તારમાં નો-પાર્કિંગ: તા. 28 એપ્રિલના રોજ સવારે 4 કલાકથી દશરથ બ્રિજ નીચેથી એમ.પી. પટેલ હાઇસ્કૂલ થઈ ફર્ટીલાઇઝર બ્રિજ નીચે યુ-ટર્ન લઈ ફરી દશરથ બ્રિજ સુધીના મુખ્ય માર્ગ અને સર્વિસ રોડની બન્ને બાજુ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારદારી વાહનો માટે પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે, જેથી મતગણતરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહી શકે અને કોઈ અગવડતા ઉભી ન થાય.
    Click here to Read More
    Previous Article
    ઈટાલીના PMએ ઝુમકા પહેર્યા:ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી શેર કરી, મેલોનીના નવા લુકે ભારતીયોનું દિલ જીત્યું; યુઝરે પૂછ્યું- તમને આ ઝુમકા કેવી રીતે મળ્યા?
    Next Article
    "Nothing Serious": DC's Director Of Cricket On Lungi Ngidi's Injury

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment