Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ભાજપ દ્વારા 28મીએ વિશાળ પદયાત્રાનું આયોજન:‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ લોકો સાથે સંવાદ સાધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

    10 hours ago

    વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદીય અને લોકશાહી મૂલ્યોના જતન તેમજ જનજાગૃતિના હેતુથી એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ યોજાનારી આ પદયાત્રા દ્વારા ભાજપ શહેરના ખૂણે-ખૂણે પહોંચીને લોકો સાથે સીધો સંવાદ સાધશે. જે અંગેની માહિતી આજરોજ શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા આપવામાં આવી હતી. નવલખી મેદાન ખાતેથી પદયાત્રા આગામી 28મી તારીખે બપોરે 3:30 વાગ્યે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આ પદયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને નાગરિકોનો ઉત્સાહ વધારશે. તેમની સાથે વડોદરાના સાંસદો, ધારાસભ્યો, મેયર, ભાજપના ઉચ્ચ હોદ્દેદારો, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા આમ નાગરિકો જોડાશે. પદયાત્રાનો નિર્ધારિત રૂટ આ પદયાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઈ નવલખી મેદાન ખાતે સમાપ્ત થશે. આ નિર્ધારિત રૂટ પર પદયાત્રાનું વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક રહિશો દ્વારા સ્વાગત કરવામાં આવશે. પદયાત્રાનો મુખ્ય હેતુ અને સંદેશ વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશ અને રાજ્યમાં ફેલાવવામાં આવી રહેલા કથિત ભ્રામક પ્રચાર અને અરાજકતાના માહોલ સામે આ જનજાગૃતિ પદયાત્રા એક મજબૂત જવાબ છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ વિપક્ષના નકારાત્મક અને ભ્રામક પ્રચાર અંગે લોકોને જાગૃત કરવાનો છે. દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ કરવો છે. પદયાત્રામાં જોડાવા નાગરિકોને અપીલ ડો. જયપ્રકાશ સોની જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યના વિકાસ પ્રવાસમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવી એ અનિવાર્ય છે. તેઓએ શહેરના તમામ નાગરિકો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે. દેશમાં હાલમાં જે પ્રકારે અરાજકતા ફેલાવવાના પ્રયાસો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને અટકાવવા માટે આ પદયાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શિવાન એવન્યુ સોસાયટી બહાર દુકાનદારોના ગેરકાયદે દબાણ:મુખ્ય ગેટ અને રહેણાંક વિસ્તાર પાસે લારી-ગલ્લા, કેબિન, શેડ હટાવવા રજૂઆત
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘોડાસરમાં યોગેશભાઈ પટેલને ઓસ્ટ્રેલિયા જવા વિદાય અપાઈ, તુલસી કુંજ સિનિયર સિટીઝન દ્વારા પાંચમાં શરદ ગરબાની ઉજવણી, દૂધપૌંઆ વહેંચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment