Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાંથી ઝડપાયું 2,778 કિલો MD ડ્રગ્સ:14 કરોડની નશીલી ગોળીઓ સાથે ત્રણ આરોપીની ધરપકડ, મહારાષ્ટ્ર-UP સાથે કનેક્શન

    7 hours ago

    ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે વલસાડ પોલીસે સપાટો બોલાવ્યો છે. વલસાડ એ.એન.ડબલ્યુ. (ANW) અને એસ.ઓ.જી. (SOG) તેમજ ડુંગરા પોલીસની અલગ-અલગ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાપીમાંથી કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ એમ.ડી.પી.એસ. (NDPS) નારકોટિક્સનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 2,778 કિલો જથ્થો, કિંમત રૂ. 13.89 કરોડ પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, વાપી અને ગુજરાતમાં અલગ-અલગ કેસ કરીને પોલીસે કુલ 2778 કિલોગ્રામ શંકાસ્પદ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પકડાયેલા આ જથ્થાની અંદાજિત બજાર કિંમત આશરે 13.89 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ડ્રગ્સ મોટે ભાગે નશીલી ગોળીઓના સ્વરૂપમાં વેચાણ અર્થે રાખવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીઓ દ્વારા આ ગોડાઉનમાં માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર અને યુપી સાથે કનેક્શન આ રેકેટના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ (UP) સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. હાલ પોલીસે આ માનેલાં નેટવર્ક અંગે 2 ગુના નોંધ્યા છે અને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીઓની સપ્લાય ચેઈન ક્યાં-ક્યાં ફેલાયેલી છે અને આ નેટવર્ક પાછળ કયા મોટા માફિયાઓ સંકળાયેલા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં તપાસના અંતે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Congress Never Followed Constitution, Trying To Create Anarchy: BJP Chief
    Next Article
    રત્નમાલા અને સાકેત બ્રિજને આજે CM ખુલ્લા મુકશે:10 લાખ વાહનચાલકોને રાહત; ઇસ્કોન મંદિરના શિલાન્યાસ સાથે 50 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત; BRTSના 3 રૂટ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment