Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં લાખોના દારૂ સાથે ટેમ્પો ચાલક ઝડપાયો:બલીઠા ચેકપોસ્ટ પરથી 277 બોક્સમાં દારૂ-બિયરના 10,968 નંગ મળ્યા; એક આરોપી વોન્ટેડ

    19 hours ago

    વાપીના બલીઠા ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ. 21.49 લાખના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આઇસર ટેમ્પો ચલાવતા બિહારના 34 વર્ષીય રંજન કિશોરી દુલારચંદ યાદવની ધરપકડ કરાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલો આઇસર ટેમ્પો પસાર થવાનો છે. વાપી ટાઉન પોલીસની ટીમે બલીઠા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. DL1MB1238 નંબરનો ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરાઈ હતી. ટેમ્પાના પાછળના ભાગમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળ્યા હતા. કુલ 277 બોક્સમાં 10,968 નંગ હતા. દારૂ અને બિયરની કિંમત રૂ. 16,44,720 છે. પોલીસે રૂ. 5 લાખનો આઇસર ટેમ્પો અને રૂ. 5 હજારનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. મુદ્દામાલની કુલ કિંમત રૂ. 21,49,720 છે. પકડાયેલો ચાલક બિહારના દરભંગા જિલ્લાના બસંત ગામનો રહેવાસી છે. દારૂનો જથ્થો મોકલનાર ઉમેશ નામનો શખ્સ વોન્ટેડ જાહેર થયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેની સૂચના મુજબ વાપી ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. ઝાલાને આ અંગે બાતમી મળી હતી. વાપી ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81 અને 98(2) હેઠળ ગુનો નોંધ્યો છે. દારૂ ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો, તેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઘોઘંબાના પારોલી ગામે રાજપૂત સમાજનો સન્માન સમારોહ યોજાયો:નિવૃત્ત કર્મચારીઓ અને નવી નિમણૂક પામેલા યુવાનોનું સન્માન કરાયું;શિક્ષણ, સેવા અને એકતા પર ભાર મુકાયો
    Next Article
    Abu Road Accident | રાજકોટના લોકોનો આબુ રોડ પર અકસ્માત | Rajkot Citizen | Gujarat |News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment