Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે લોર્ડ્સની પ્રથમ મહિલા ટેસ્ટ જીતી:ઇંગ્લેન્ડને 270 રનથી હરાવ્યું; યસ્તિકાની સદી, 7 વિકેટ લેનાર ક્રાંતિ પ્લેયર ઓફ ધ મેચ

    1 day ago

    લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના 142 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રમાયેલી મહિલા ટેસ્ટ ભારતીય ટીમે જીતી લીધી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ભારતે ઇંગ્લેન્ડને 270 રનથી હરાવ્યું. ભારતીય ટીમ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં યજમાન ટીમ પર ભારે પડી. રનના હિસાબે આ ભારતીય મહિલા ટીમની બીજી સૌથી મોટી ટેસ્ટ જીત રહી. આ પહેલા ટીમે 2023માં ઇંગ્લેન્ડને જ 347 રનથી હરાવ્યું હતું. ભારતને આજ સુધી ઇંગ્લેન્ડમાં મહિલા ટેસ્ટમાં હાર મળી નથી. ટીમે અહીં અત્યાર સુધી 11 ટેસ્ટ રમ્યા છે, જેમાં 3 જીત્યા છે, જ્યારે 8 મુકાબલા ડ્રો રહ્યા. ભારતે પહેલી ઇનિંગ્સમાં 285 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડ 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતને 115 રનની લીડ મળી. ભારતે બીજી ઇનિંગ્સ 341 રન પર ડિક્લેર કરી અને 457 રનનો ટાર્ગેટ આપ્યો. ઇંગ્લેન્ડ 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઐતિહાસિક ટેસ્ટ મેચની 3 મોટી વાતો ભારતીય ટીમની જીતના 5 ફોટા મેચ રિપોર્ટ પહેલાં બ્રીફ સ્કોર… પ્રથમ ઇનિંગ્સમાં ક્રાંતિએ 5 વિકેટ લીધી ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને શેફાલી વર્મા ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાના (83), કેપ્ટન હરમનપ્રીત કૌર (58) અને દીપ્તિ શર્મા (57)ની ઇનિંગ્સથી ભારતે 285 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોન અને લોરેન ફિલરે 2-2 વિકેટ લીધી. જવાબમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 170 રનમાં સમેટાઈ ગઈ. ક્રાંતિ ગૌડે 5 વિકેટ ઝડપી. સાયલી સતઘારે અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માને એક સફળતા મળી. એમી જોન્સે 52 અને કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે 44 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટર ટકી શક્યા નહીં. યસ્તિકાએ ઇતિહાસ રચ્યો, ભારતે મેચ પર કબજો જમાવ્યો 115 રનની લીડ સાથે બીજી ઇનિંગ્સ રમવા ઉતરેલી ભારતીય ટીમને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 88 રનની શરૂઆત આપી. આ પછી યસ્તિકા ભાટિયાએ જવાબદારી સંભાળતા 113 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેણે સ્મૃતિ સાથે 73 અને દીપ્તિ શર્મા સાથે 52 રનની ભાગીદારી કરી. રિચા ઘોષે અણનમ 50 અને સયાલી સતઘારેએ અણનમ 18 રન બનાવીને ભારતને 341/7 સુધી પહોંચાડ્યું. ઇંગ્લેન્ડની સ્પિનર સોફી એક્લેસ્ટોને 5 વિકેટ લીધી, પરંતુ ભારતે 456 રનની લીડ મેળવી લીધી. ચોથા દિવસે ભારતીય સ્પિનરોએ મુકાબલો સમાપ્ત કર્યો 457 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત અત્યંત ખરાબ રહી. ટેમી બ્યુમોન્ટ, માયા બુશિયર, હીથર નાઈટ અને કેપ્ટન નેટ-બ્રન્ટ ઝડપથી આઉટ થઈ ગઈ. એમી જોન્સે 54 અને સોફી એક્લેસ્ટોને 50 રન બનાવીને સંઘર્ષ કર્યો, પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડ લાંબો સમય ટકી શક્યું નહીં. સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી. સાયલી સતઘારે, ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની આખી ટીમ 186 રન પર સમેટાઈ ગઈ અને ભારતે 270 રનથી મુકાબલો જીતી લીધો. સચિન મેચ જોવા પહોંચ્યા ચોથા દિવસે મેચ શરૂ થાય તે પહેલાં સચિન તેંડુલકરે ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો. બ્રોડકાસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ બેટર નિક નાઇટે કહ્યું, ભારતીય ખેલાડીઓ અને ચાહકો માટે આનાથી મોટી ક્ષણ હોઈ શકે નહીં. સચિન તેંડુલકર પોતે અહીં આવીને ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    From reel to real: Ted Lasso fame Cristo Fernandez makes professional debut
    Next Article
    ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો!:જૂનમાં મોંઘવારી વધી 4.38% પર પહોંચી, RBIનાં ટાર્ગેટને પાર; ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment