Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા આર્ટ્સ કોલેજમાં નશામુક્તિ કાર્યક્રમ યોજાયો:270 વિદ્યાર્થીઓએ વિકસિત ભારત માટે નશામુક્ત જીવનનો સંદેશ આપ્યો

    4 days ago

    અરવલ્લીના મોડાસા ખાતે શ્રી એસ.કે. શાહ અને શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટ્સ કોલેજમાં "નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાળા-કોલેજોના ૨૭૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક રજૂઆતો દ્વારા નશામુક્ત સમાજનો સંદેશ આપ્યો અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે સંકલ્પ કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો અને તેમને સ્વસ્થ તથા સશક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બનાવવાનો હતો. આ માટે ચિત્ર, સંગીત, વક્તવ્ય, કવિતા, સ્લોગન, રીલ, ડાન્સ અને નાટક જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન અપનાવવા માટેનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. MY Bharat Kendra, સાબરકાંઠા-અરવલ્લી તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા અધિકારી રમેશ આર. કપૂરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને નશામુક્ત જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું. આર્ટ્સ કોલેજ મોડાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જયશ્રીબેન દેસાઈના સંયોજન અને કોલેજના પ્રાધ્યાપકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના કમલેશભાઈ સોલંકી અને અરવલ્લી જિલ્લાના આકાશભાઈ પ્રજાપતિએ કાર્યક્રમના સંચાલનમાં સહયોગ આપ્યો હતો. આર્ટ્સ કોલેજ મોડાસાના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર એમ.બી. દેશમુખ, ડૉ. અશોકભાઈ એમ. પટેલ, પ્રાધ્યાપક જી.એમ. ચૌધરી, ડૉ. જે.એસ. વાઘેર, ડૉ. દિગ્વિજય શાહ, ડૉ. વંદનાબેન પરમાર, ડૉ. ગિરીશભાઈ જે. પરમાર, ડૉ. ભાવનાબેન સાવલિયા સહિત કોલેજના વિવિધ પ્રાધ્યાપકોએ કાર્યક્રમના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડની ગર્ભવતી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:પાટણ સખી સેન્ટર અને જય અંબે ટ્રસ્ટના પ્રયાસોથી સુરક્ષિત ઝારખંડ પહોંચાડાઈ
    Next Article
    નવસારીમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો દેશી પ્રોજેક્ટ:1900 TDS પાણીનું 98 TDSમાં રૂપાંતરણ; સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જન્મદિવસે 'સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર’ પ્રોજેક્ટ'ની ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment