Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વરના 27 લાખના વિવાદિત ખર્ચ મુદ્દે મેયરની 24 કલાકમાં પલટી:પહેલા કહ્યું- 'ખોટી રીતે નાણાં ચૂકવાયા હશે તો રિકવર કરાશે, પછી કહ્યું- રેટ કોન્ટ્રાક્ટ મુજબ થયેલી ચૂકવણીમાં કંઈ ન થઈ શકે'

    14 hours ago

    રાજકોટના જંગલેશ્વરમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશનની કામગીરી પાછળ થયેલા તોતિંગ ખર્ચનો મામલો હવે ભારે વિવાદના વંટોળે ચડ્યો છે. પાણીની બોટલના બજારભાવ કરતા પણ મહાનગરપાલિકા વધુ ચૂકવતી હોવાનું સામે આવતા ભૂતકાળમાં ચૂકવાયેલા નાણાંની રિકવરીને લઈ સવાલો ઉઠ્યા છે. ત્યારે મેયર અને કમિશનરે ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની સ્ક્રુટિની કરી રિકવરીની વાત કરી હતી. પરંતુ, મેયરે બીજા જ દિવસે કહ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટ મુજબ થતી ચૂકવણી લીગલી થાય છે. જેથી તેમાં કંઈ થઈ ન શકે. મેયરના આ યુ-ટર્ન અને વલણને કારણે વિપક્ષ સહિત સામાન્ય જનતામાં પણ અનેક સવાલો ઉભા થયા છે. પ્રથમ દિવસે મેયરનું નિવેદન: 'વધુ પૈસા ગયા હશે તો રિકવરી કરાશે' આ સમગ્ર વિવાદની વિગતવાર વાત કરીએ તો, 30 જૂનના રોજ મેયર નેહલ શુક્લએ ડિમોલિશન ખર્ચ અંગે જણાવ્યું હતું કે, જો ડિમોલિશનની આ કામગીરીમાં કોઈને પણ વધુ પૈસા ચૂકવાઈ ગયા હોય, તો તેને નિયત પ્રક્રિયા હેઠળ પરત મેળવી શકાય છે. મેયરે ભારપૂર્વક કહ્યું હતું કે, મનપાના નાણાંનો દુરુપયોગ ચલાવી લેવાશે નહીં અને રિકવરી માટે તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા ઉપલબ્ધ છે. મેયરના આ કડક વલણને કારણે એવું લાગી રહ્યું હતું કે તંત્ર આ મામલે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી અને ખોટી રીતે ચૂકવાયેલા નાણાં વસૂલ કરવામાં આવશે. બીજા જ દિવસે મોટો યુ-ટર્ન: 'રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયેલા નાણાં પરત ન મળી શકે' જોકે, આ નિવેદનના માત્ર 24 કલાક બાદ એટલે કે 1 જુલાઈના રોજ મેયર નેહલ શુક્લ પોતાની અગાઉની વાત પરથી સંપૂર્ણપણે ફરી ગયા હતા. તેમણે અગાઉના નિવેદનથી તદ્દન ઉલટી વાત કરતાં જણાવ્યું હતું કે, રેઈટ કોન્ટ્રાક્ટના ભાવ પ્રમાણે જે નાણાં ચૂકવાયા હોય તેમાં હવે કંઈ ન થઈ શકે. મેયરે નવો સૂર આલાપતાં ઉમેર્યું કે, રેઇટ કોન્ટ્રાક્ટ એક સંપૂર્ણ લીગલ એટલે કે કાયદાકીય પ્રક્રિયા છે. આથી, ચૂકવાયેલા નાણાં કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ચૂકવવામાં આવ્યા છે, જેથી રેઇટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયેલા નાણાં કોઈ પણ સંજોગોમાં પરત લઈ શકાય નહીં. મેયરના આ આકસ્મિક યુ-ટર્ન પાછળ કયું દબાણ કામ કરી રહ્યું છે તે હવે ચર્ચાનો વિષય બન્યું છે. કમિશનર તુષાર સુમેરાનો દાવો: 'દરેક બીલની સ્ક્રુટિની કરી નાણાં પરત મેળવાશે' બીજી તરફ, રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ પણ આ મામલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, ડિમોલિશન કામગીરી સાથે જોડાયેલા દરેક બીલની જીણવટભરી સ્ક્રુટિની એટલે કે ચકાસણી કરવામાં આવશે. કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો બીલોની તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ કે અતિશયોક્તિ જણાશે, તો ચૂકવાયેલા નાણાં ચોક્કસપણે પરત લેવામાં આવશે. કમિશનરના આ દાવા બાદ હવે મેયર અને કમિશનરના વિચારો તેમજ વલણમાં મોટો વિરોધાભાસ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે, જેના લીધે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આખો મામલો દિવ્યભાસ્કરે પાણીના રૂ. 12 લાખના બિલ જાહેર કરતા સામે આવ્યો હતો. આ પાણીના કોન્ટ્રાક્ટર ઉમિયા મંડપ સાથે રેઈટ કોન્ટ્રાકટ વર્ષ 2023નાં ઓગષ્ટ માસમાં થયો હતો. ઓગષ્ટ-2025માં આ કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતાં આચારસંહિતને લઈ નવો કોન્ટ્રાકટ નહીં થતા કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ આ ડિમોલિશન દરમિયાન પાણી સપ્લાય કર્યું હતું. જોકે વર્ષ 2023માં રેઈટ કોન્ટ્રાકટ થયો ત્યારે પણ હાલના મેયર ડો નેહલ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય હતા. તો ત્યારે જ તેમણે આ કોન્ટ્રાકટનો વિરોધ શા માટે ન કર્યો તેવા સવાલ પણ હાલ ઉઠી રહ્યા છે. જંગલેશ્વર ડિમોલીશન ખર્ચના વિવાદ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય રાજકોટનાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે દિવ્યભાસ્કર દ્વારા પાણીનાં બિલો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 3માં મળતી પાણીની બોટલોની મનપા દ્વારા રૂ. 8નાં ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. આ ખર્ચ રેઈટ કોન્ટ્રાકટ અંતર્ગત કરાયો હોય દિવ્યભાસ્કરે તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. જેને લઈ આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર દ્વારા રેઈટ કોન્ટ્રાકટ અંગે અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેઈટકોન્ટ્રાકટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાકટ રદ્દ કરી નવી પાર્ટી સાથે રેઈટ કોન્ટ્રાકટ કરવામાં આવશે. મનપાનાં નિયમ મુજબ નવો રેઈટ કોન્ટ્રાકટ થાય નહીં ત્યાં સુધી જૂની પાર્ટી જુના કોન્ટ્રકટ મુજબ વસ્તુ આપે છે. આ કારણે પણ મનપાને વધુ ખર્ચ થતો હોવાનું સામે આવ્યું છે. દિવ્યભાસ્કરે જાહેર કરેલા બિલોમાં પણ જૂની પાર્ટીનો કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતાં તેણે પાણી સપ્લાય કર્યું હોવાનું ખુલ્યું હતું. આવા કિસ્સા માટે પણ જે કોઈ રેઈટ કોન્ટ્રાકટ પુરા થયા છે તેના તાત્કાલિક નવા ટેન્ડર કરવાનો આદેશ પણ આજે પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. આમ દિવ્યભાસ્કર દ્વારા પાણીના બિલો અને રેઈટ કોન્ટ્રાકટની ગોલમાલ જાહેર કરવામાં આવતા પદાધિકારીઓ દ્વારા આ અતિ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Modi, Takaichi discuss West Asia crisis, Ukraine conflict, condemn cross-border terror from Pakistan
    Next Article
    ‘Prima facie unauthorised demolition’: Gujarat High Court says it’s Surat civic body’s duty to rebuild houses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment