Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 એપ્રિલનું અંકફળ:અંક 2ના જાતકોને મોટી ઉપલબ્ધિના સંકેત, અંક 5ના જાતકોનું ભાગ્ય બપોર પછી ચમકશે

    9 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં મુશ્કેલીઓ વધી શકે છે. વિચારોમાં અસ્થિરતા રહેશે અને વિવાદાસ્પદ બાબતોમાં તમારો પક્ષ નબળો પડી શકે છે. આવકની બાબતોમાં પાછળ પડવાના સંકેત છે. વર્ચસ્વ જમાવવા માટે સ્પર્ધકો સાથે સખત સ્પર્ધા કરવી પડી શકે છે. જમીનના મામલામાં સાવધ રહો. જો લોન વગેરે લેવાનો વિચાર હોય તો પ્રતીક્ષા કરો. સંગઠનમાં સ્થિતિ નબળી પડી શકે છે. આર્થિક બાબતોમાં પોતાની જાત પર વિશ્વાસ રાખો. કરિયર: કારોબારમાં મિશ્ર સમય રહેશે. નોકરીમાં અસંતુષ્ટ અધિકારીઓ પરેશાન કરી શકે છે. લવ: પ્રેમમાં કઠોરતાથી વર્તવું નહીં. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે. લકી નંબર: 2-6-9 લકી કલર: પીળો શું કરવું: શિવજીને કાચા દૂધ મિશ્રિત જળથી સ્નાન કરાવો. સવારનો સમય કોઈ મોટી ઉપલબ્ધિ અપાવી શકે છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને મોટા લોકો સાથે સંબંધો બંધાશે. આવકની સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવાર તરફથી સહયોગ મળશે અને કાર્યોનું શ્રેય તમને મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. દિવસના બીજા ભાગમાં આવકમાં તેજી રહેશે અને સાંજના સમયે કામનો બોજ વધુ રહેશે. સાંજે પ્રસન્નતા જળવાઈ રહેશે. અટકેલા નાણાંની પ્રાપ્તિ સંભવ છે. કરિયર: વેપારમાં ઉન્નતિ અને નોકરીમાં પગાર વધી શકે છે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: લાલ શું કરવું: શિવાલયમાં સાંજે ઘીનો દીવો પ્રગટાવો. કાર્યસ્થળ પર સાથીદારો સાથે વિચારોના તાલમેલનો અભાવ રહેશે. જીદ કરવી ભારે પડી શકે છે. મન સ્થિર રહેશે નહીં અને વિવિધ પ્રકારના કાર્યો કરવાની ઈચ્છા થશે. મિત્રો પાસેથી સહયોગની અપેક્ષા રાખશો નહીં. બપોરે કોઈ શુભ સમાચાર મળી શકે છે. ઘરની બહાર સંભાળીને રહો અને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં. સાંજનો સમય પક્ષમાં રહેશે. કાર્યમાં સુધારો થશે અને સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં જોખમી રોકાણ કરતા પહેલા સલાહ લો. નોકરીમાં પોતાના કાર્ય પર વિશ્વાસ રાખો. લવ: પ્રેમમાં વિઘ્ન આવી શકે છે. અવિવાહિતોને લગ્ન પ્રસ્તાવ પ્રાપ્ત થશે. લકી નંબર: 2-5-9 લકી કલર: લીલો શું કરવું: રામ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. સવારે સંભાળીને કાર્ય કરવાનો સમય છે. ક્રોધની અધિકતા રહેશે. લોકોનો વ્યવહાર અપેક્ષા મુજબનો રહેશે નહીં. આસપાસના વાતાવરણથી સાવધ રહો. પરિવારનો સહયોગ જળવાઈ રહેશે. સંતાન તરફથી પણ સુખ પ્રાપ્ત થશે. બપોરે કોઈ મોટું કાર્ય થઈ શકે છે અને લાભમાં વૃદ્ધિ થશે. દિવસનો અંત સારો રહેશે. વિવાદાસ્પદ મામલાઓમાં પક્ષ મજબૂત બનશે. ક્રોધ પર નિયંત્રણ કરવામાં સફળ રહેશો. સાંજનો સમય પણ સારો રહેશે. કરિયર: વેપારલક્ષી યાત્રાનો યોગ છે. નોકરીમાં વિરોધીઓ શાંત રહી શકે છે. લવ: વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. પ્રેમી પાત્રની ચિંતા રહેશે. લકી નંબર: 1-2-6 લકી કલર: જાંબલી શું કરવું: હનુમાનજીના મંદિરમાં નારિયેળ અર્પણ કરો. સવારના સમયે સંભાળીને રહો, કોઈની સાથે વિવાદ કરશો નહીં. આવકની બાબતોમાં પણ મુશ્કેલી પડી શકે છે. બપોરથી સકારાત્મકતા જોવા મળશે. વ્યસ્તતા વધશે અને આવકમાં પણ સુધારો થશે. સાંજે શુભ સમાચાર મળશે અને વિરોધીઓ પરાજિત થશે. સમય સુખપૂર્વક પસાર થવાની સંભાવના છે. પરિવારનો સાથ મળશે. સ્પર્ધામાં સફળ થશો અને મિત્રો મદદરૂપ થશે. વિદ્યાર્થીઓનું ભણવામાં મન લાગશે. કરિયર: કારોબારમાં સફળ થશો. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન થશે. લકી નંબર: 2-6-7 લકી કલર: વાદળી શું કરવું: કૃષ્ણ મંદિરમાં મીઠાઈનો પ્રસાદ ધરાવો. સવારના સમયે આવકની બાબતો નબળી રહેશે, પરંતુ બપોરથી તેમાં તેજી આવશે. સંતાન તરફથી પ્રસન્નતા મળશે અને અટકેલા નાણાંની પ્રાપ્તિ થશે. પ્રતિષ્ઠિત લોકોને મળવાની તક મળશે. ખોવાયેલી વસ્તુ ફરી મળવાનો યોગ છે. પરિવાર સાથે પ્રવાસ પર જવાની તક મળશે. સમય સારો રહેશે. વિરોધીઓ હારશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. મનોરંજનમાં સમય પસાર થશે. કરિયર: કારોબારમાં તેજી આવશે. નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે. લકી નંબર: 2-6-7 લકી કલર: વાદળી શું કરવું: મંદિરે જઈ દર્શન કરો. પોતાના પર વિશ્વાસ રાખો અને યુક્તિવાળા કાર્યોથી દૂર રહો. શરૂઆતમાં આવક ઓછી થઈ શકે છે. દિવસના મધ્યભાગથી આવકમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સહયોગ મળશે પરંતુ કામ પ્રત્યે અરુચિ જળવાઈ રહી શકે છે. પરિવાર સહયોગ આપશે નહીં. ગંભીર મુદ્દાઓ પર સાથીદારોની સલાહ લઈને જ કાર્ય કરો. અંગત વાતો બહાર આવી શકે છે. સાંજે પણ સાવધાની રાખવી પડશે. એકલતા અનુભવાશે અને નિરાશાનો ભાવ હાવી થશે. કરિયર: વેપારમાં રોકાણથી દૂર રહો. કોઈને સામાન ઉધાર ન આપો. નોકરીમાં સતર્કતાથી કાર્ય કરો. લવ: પ્રેમી પાત્રની ચિંતા રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લકી નંબર: 2-5-8 લકી કલર: ગુલાબી શું કરવું: કાર્તિકેય ભગવાનને ફળનો નૈવેદ્ય અર્પણ કરો. સવારના સમયમાં મન વિચલિત રહેશે. આવક સામાન્ય રહેશે, પરંતુ અજ્ઞાત ચિંતા પણ રહેશે. ભાઈઓ અથવા પાડોશીઓ સાથેના સંબંધો બગડી શકે છે. નિર્ણય પર મક્કમ રહેવાથી સફળતા મળશે. બપોરે અત્યંત મહેનતના કાર્યો કરવા પડી શકે છે. આવકમાં સુધારો રહેશે અને વિવાદાસ્પદ બાબતોમાં પક્ષ મજબૂત રહેશે. સાંજે ખૂબ થાક અનુભવાશે. સંતાનનો સહયોગ બળ પૂરું પાડશે. કરિયર: કારોબારમાં નાણાકીય કાગળો સાચવીને રાખો. નોકરીમાં સામાન્ય સમય રહેશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં સુખની પ્રાપ્તિ થશે. લકી નંબર: 2-6-9 લકી કલર: કેસરી શું કરવું: ગણેશ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવો. સવારના સમયમાં કાર્યમાં વિઘ્ન આવી શકે છે. મુશ્કેલીઓ વધુ રહેશે અને નજીકના લોકો જ પરેશાન કરશે. બપોરે કાર્યોમાં ગતિ આવશે અને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. વિવાદોમાં વિજય મળશે. સાંજે મોટું કામ મળી શકે છે. કાર્યની અધિકતા રહેશે અને પરિણામ પક્ષમાં આવશે. જમીનથી લાભ થવાની સંભાવના છે. સંતાન તરફથી સહયોગ મળશે. કરિયર: ઉત્પાદકોને પણ લાભ થશે. નોકરીમાં અવ્યવસ્થા થઈ શકે છે અને મહેનત વધુ કરવી પડી શકે છે. લવ: જીવનસાથી સાથે સારો વ્યવહાર જળવાઈ રહેશે. પ્રેમી પાત્ર સાથે વિવાદ થઈ શકે છે. લકી નંબર: 1-2-5 લકી કલર: સફેદ શું કરવું: શિવાલયમાં ખીરનો પ્રસાદ ધરાવો.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:સિંહ-કન્યા રાશિના જાતકો માટે પ્રગતિનો દિવસ, મેષ-તુલા રાશિના લોકોનું રોકાણ ડબલ થશે
    Next Article
    Amid Iran's Attacks, UAE Called For Help. Israel Responded With Iron Dome

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment