Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું:સિરીઝ 2-1થી જીતી, ડકેટના 141 રન; રોહિતની સદી એળે ગઈ

    3 days ago

    ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને 27 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 387/3 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 360 રન જ બનાવી શકી. રોહિત શર્માએ 138 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે જીત અપાવી શક્યો નહીં. 388 રનને ચેઝ કરતા ભારત માટે રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલે 147 રન જોડ્યા હતા. ગિલ 78 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ રોહિતે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી. રોહિતે 111 બોલમાં 138 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી. તે 60 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો. પોતાની ઇનિંગ્સમાં તેણે 4 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડ માટે બેન ડકેટે 135 બોલમાં 141 રન બનાવ્યા હતા. જેકબ બેથેલે 91 રનની ઇનિંગ્સ રમી. બંનેએ પ્રથમ વિકેટ માટે 192 રન જોડ્યા હતા. બાદમાં જો રૂટ 74 અને જોસ બટલર 41 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંનેએ છેલ્લી 19 બોલમાં 63 રન જોડીને ઇંગ્લેન્ડનો સ્કોર 387/3 સુધી પહોંચાડ્યો. ભારત સામે ઇંગ્લેન્ડનો આ સૌથી મોટો વન-ડે સ્કોર પણ છે. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 વિકેટ ઝડપી, જ્યારે પ્રિન્સ યાદવને 1 સફળતા મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ગુરનૂર બરાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    IND vs ENG 3rd ODI highlights: ENG beat IND by 27 runs and win series by 2-1 in London
    Next Article
    US-Iran War News LIVE: India Issues Travel Advisory As US Strikes Iran For 8th Straight Day

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment