Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડે 27 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી:160 રનથી હરાવ્યું; સ્ટોક્સની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ 212 રનમાં ઓલઆઉટ

    8 hours ago

    બેન સ્ટોક્સ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચને જીત સાથે યાદગાર બનાવવા માંગતો હતો, પરંતુ તેમ થઈ શક્યું નહીં. ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 160 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી. 373 રનને ચેઝ કરી રહેલી ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ 212 રનમાં સમેટાઈ ગઈ. આ સાથે કિવી ટીમે 27 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં કોઈ સિરીઝ જીતી. ટીમે આ પહેલા 1999માં આ પરાક્રમ કર્યું હતું. આ ન્યૂઝીલેન્ડની ઇંગ્લેન્ડમાં 20 ટેસ્ટ સિરીઝમાં માત્ર ચોથી જીત છે. ખાસ વાત એ રહી કે ટીમે પહેલી ટેસ્ટ હાર્યા પછી સતત બે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી. આવું તેણે ઇંગ્લેન્ડમાં બીજી વાર કર્યું છે. બીજી તરફ ઇંગ્લેન્ડને 2012 પછી પહેલી વાર ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ ટેસ્ટની સિરીઝ ગુમાવવી પડી. સ્ટોક્સની વિદાય જીત સાથે ન થઈ મેચનો સૌથી મોટો પળ બેન સ્ટોક્સનો સંન્યાસ હતો. 35 વર્ષના ઓલરાઉન્ડરે ચોથા દિવસે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટાર્ગેટને ચેઝ કરતા સ્ટોક્સે પનિંગ કરી અને માત્ર 20 બોલમાં 30 રન બનાવીને ઝડપી શરૂઆત આપી, પરંતુ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. પાંચમા દિવસે બે રનઆઉટે મેચનો રંગ બદલ્યો ઇંગ્લેન્ડે અંતિમ દિવસે 103/4 થી રમવાનું શરૂ કર્યું, પરંતુ સવારના પહેલા કલાકમાં જ મેચ હાથમાંથી નીકળી ગઈ. પહેલા નાથન સ્મિથે એમિલિયો ગે (10)ને આઉટ કર્યો. ત્યારબાદ હેનરી નિકોલ્સના શાનદાર ડાયરેક્ટ હિટ પર જો રૂટ (18) રન આઉટ થયો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે સતત દબાણ જાળવી રાખ્યું. મિચેલ સેન્ટનરે ગસ એટકિન્સનને LBW આઉટ કર્યો, જ્યારે બીજા ડાયરેક્ટ હિટ પર જોશ ટંગ રન આઉટ થયો. અંતે સેન્ટનરે જેમી સ્મિથ (60)ને આઉટ કરીને ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 212 રન પર સમેટી દીધી. જેમી સ્મિથે 60 રન બનાવ્યા ટૉપ ઓર્ડર ફ્લોપ થયા બાદ વિકેટકીપર જેમી સ્મિથે 60 રનની ઇનિંગ રમી. તેણે ગસ એટકિન્સન સાથે 75 રન જોડીને થોડો સમય મેચ રોકી રાખી, પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડતી રહી. જેમી આઉટ થતા જ ઇંગ્લેન્ડની આશાઓ પણ સમાપ્ત થઈ ગઈ. પ્રથમ ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડે 438 રન બનાવ્યા મેચનો આધાર ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ્સ રહી. કેપ્ટન ટોમ લેથમ (151) અને ડેવોન કોનવે (157)એ પ્રથમ વિકેટ માટે 317 રન જોડીને ઇંગ્લેન્ડના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 438 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે જવાબમાં 354 રન બનાવ્યા, જેનાથી ન્યૂઝીલેન્ડને 84 રનની લીડ મળી. બીજી ઇનિંગ્સમાં ડેરિલ મિચેલ (100)* અને રચિન રવીન્દ્ર (94)ની મદદથી ટીમે 288/9 પર દાવ ડિક્લેર કરીને ઇંગ્લેન્ડ સામે 373 રનનો લક્ષ્યાંક મૂક્યો. ઈજાઓ છતાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી આખી મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડ ઈજાઓથી ઝઝૂમતું રહ્યું. મેટ હેનરી પહેલાથી જ બહાર હતો. બ્લેર ટિકનર ઈજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ કન્કશન સબસ્ટિટ્યુટ ઝેક ફાઉલ્ક્સ મેદાન પર ઉતર્યો. અંતિમ દિવસે વિલ ઓ'રૂર્કે પણ હેમસ્ટ્રિંગને કારણે મેદાન છોડી દીધું. ઇંગ્લેન્ડ 14 વર્ષ પછી ઘરઆંગણે સિરીઝ હાર્યું ઇંગ્લેન્ડને 2012 પછી પહેલીવાર પોતાના ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડે છેલ્લી 9 ટેસ્ટમાંથી 7 ગુમાવ્યા છે. બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમના ‘બેઝબોલ’માં આ ટીમનો સૌથી ખરાબ તબક્કો માનવામાં આવી રહ્યો છે. સ્ટોક્સનું સપનું અધૂરું રહી ગયું બેન સ્ટોક્સે ચોથા દિવસે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું કે ચાર વર્ષ કેપ્ટનશીપ કર્યા પછી હવે તે માનસિક અને શારીરિક રીતે થાકી ગયો છે. સ્ટોક્સે કહ્યું, સિરીઝ જીતીને વિદાય લેવી શાનદાર હોત, પરંતુ મને મારી કારકિર્દી અને કેપ્ટનશીપ પર ગર્વ છે. હવે ઘણી લાગણીઓ છે, કારણ કે હું ફરીથી ઇંગ્લેન્ડ માટે નહીં રમું. ડેરીલ મિચેલની ઇનિંગ્સે જીતનો પાયો બની બીજી ઇનિંગ્સમાં ડેરીલ મિચેલે અણનમ 100 રન બનાવ્યા. ઇંગ્લેન્ડના ઝડપી બોલરોની ઘણા બોલ તેના શરીર પર વાગ્યો, પરંતુ તેણે હાર ન માની અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. મેચ પછી મિચેલે કહ્યું, અમે ઇંગ્લેન્ડ જીતવાના ઇરાદાથી આવ્યા હતા. સિરીઝ જીતવી અમારા માટે ખૂબ જ ખાસ છે.
    Click here to Read More
    Previous Article
    Cockroach Janta Party के Protest में Sonam Wangchuk का बड़ा एलान, Prakash Raj ने किया Full Support
    Next Article
    સૈફના નિવેદન બાદ કરીનાનો જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ:દીકરાનું નામ તૈમૂર રાખવા પર બંનેના નિવેદનોની સરખામણી થવા લાગી, જાણો હકીકત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment