Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 જૂનનું અંકફળ:અંક 1ના જાતકોને ધંધામાંથી 'એક નંબર' આવક થશે, અંક 2ના લોકો માટે પ્રેમમાં સુખદાયક સમય

    2 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનો સમય સારા કાર્યોને સંપન્ન કરાવશે. આવકને ઉત્તમ બનાવી રાખશે. કોઈ પરેશાની આવવાની સંભાવના નથી. વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત રહેશે. બપોરે કોઈ મોટું કાર્ય સંપન્ન થઈ શકે છે. વિવાદિત મામલાઓમાં વિજયની પ્રાપ્તિ થશે. વડીલોપાર્જિત ધન સંપત્તિથી લાભ થવાની સંભાવના રહેશે. સાંજે ધન પ્રાપ્તિનો યોગ છે, તેમજ જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે. કાર્યમાં તેજી રહેશે. સહયોગની પ્રાપ્તિ થશે. કરિયર- કાર્યસ્થળ પર મહત્વ પ્રાપ્ત થશે તેમજ અધિકારી પ્રસન્ન રહેશે. વ્યાપારિક રોકાણ લાભ આપનારું રહેશે. નોકરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશો. લકી નંબર- 1-6-8 લકી કલર- લાલ શું કરવું- મહાકાળીને લાલ પુષ્પ અર્પણ કરો. દિવસની શરૂઆતમાં આવકને નબળી કરશે. વિશ્વસનીય લોકો જ ધોકો આપી શકે છે, તેમજ ગુપ્ત યોજનાઓ બહાર આવી શકે છે. કાર્યમાં બાધાઓ ઉત્પન્ન થશે. બપોરથી ફરી પરિસ્થિતિમાં સુધારો આવશે. સંભાળીને કાર્ય કરવું બહેતર રહેશે. સંતાન સંબંધિત કોઈ શુભ કાર્ય કરાવી શકે છે. પારિવારિક સમસ્યા હલ થવાની સંભાવના છે. સાંજનો સમય સારો રહેશે. રાત્રે તણાવ તેમજ ક્રોધ વધુ રહેશે. માથામાં દુખાવો થઈ શકે છે. કરિયર- વ્યાવસાયિક યાત્રા લાભદાયક રહેશે. નોકરીમાં બદલાવ થઈ શકે છે. પ્રેમ- પ્રેમમાં સમય સુખદાયક રહેશે. જીવનસાથી તરફથી સુખની પ્રાપ્તિ થશે. લકી નંબર- 1-7-9 લકી કલર- કથ્થઈ શું કરવું- મહાલક્ષ્મીના દર્શન કરો તેમજ ઘીનો દીવો અર્પણ કરો. દિવસની શરૂઆત શાનદાર થશે. આવકમાં વૃદ્ધિ થશે. સહયોગની પ્રાપ્તિ થશે. વિરોધીઓને પસ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થશે. દિવસના મધ્યમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. યોજનાઓ વિફળ થશે તેમજ નજીકના લોકો પણ પરેશાની ઉત્પન્ન કરશે. આવકમાં કમી આવી શકે છે. સાંજથી ફરી કાર્યોમાં ગતિ આવવાના આસાર છે. શુભ સમાચાર પણ મળશે તેમજ ધાર્મિક સમારોહમાં સામેલ થવાનો મોકો મળશે. કરિયર- વ્યાપારમાં અજાણ્યા વ્યક્તિથી સાવધાન રહો તેમજ નોકરીમાં નિષ્ઠાપૂર્વક કાર્ય નહીં થઈ શકે. પ્રેમ- પ્રેમ પ્રકટ કરવાનો સાચો દિવસ નથી. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહેશે. લકી નંબર- 1-5-7 લકી કલર- મરૂન શું કરવું- દુર્ગાજીને ફળનો ભોગ લગાવો. સવારના સમયમાં અચાનક લાભના યોગ બનશે, તેમજ જમીન સંબંધી મામલામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક પરેશાનીઓ દૂર થશે તેમજ વિવાદોમાં સફળતા પ્રાપ્ત થશે. સમય શ્રેષ્ઠ રહેશે. બપોરથી આવક સંબંધી મામલાઓમાં કમી આવી શકે છે તેમજ કાર્યસ્થળ પર વિવાદની સંભાવના પણ રહેશે. પરિજનો સાથે મુલાકાત થશે. સાંજે જોખમપૂર્ણ રોકાણ ન કરો તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખો. સ્વભાવમાં ક્રૂરતા આવી શકે છે. કરિયર- વ્યાપારિક યાત્રાને ટાળો. નોકરીમાં તકરાર થઈ શકે છે. પ્રેમ- પ્રેમી સાથીથી દૂર રહેવું પડી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 1-2-4 લકી કલર- સફેદ શું કરવું- શિવ-પાર્વતીજીને સાંજે ઘીનો દીવો લગાવો. સવારનો સમય પરાક્રમને ઓછું કરી શકે છે. કરવા કંઈક ઈચ્છશો અને થશે કંઈક બીજું. સ્વયં પર નિયંત્રણ રાખવું પડશે. આવકમાં કમી નહીં આવે. કિંમતી વસ્તુ ખોવાઈ જવાનો ભય છે, તેમજ અનિચ્છનીય કાર્યો પણ કરવા પડી શકે છે. બપોરનો સમય થોડો આરામદાયક હોઈ શકે છે. કાર્ય પ્રત્યે સતર્ક રહેશે. આવકમાં સુધારો થશે. સાંજે આવકમાં કમી થઈ શકે છે. નિરાશાને હાવી થવા ન દો. પ્રાચીન વિદ્યાઓ તરફ આકર્ષણ થશે. કરિયર- વ્યવસાયમાં સાવધાની રાખવી પડશે. નોકરીમાં મન નહીં લાગે. પ્રેમ- જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. પ્રેમમાં નિરાશા પ્રાપ્ત થશે. લકી નંબર- 1-3-8 લકી કલર- વાદળી શું કરવું- દુર્ગાજીને કેળાના ફળનો ભોગ લગાવો. સવારનો સમય સર્વથા અનુકૂળ રહેશે તેમજ ધનની આવશ્યકતા પૂરી થશે. જૂના દેવામાંથી રાહત પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે તેમજ નવું કામ પણ મળી શકે છે. વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત રહેશે તેમજ પરિવારમાં સ્થિતિ મજબૂત થશે. બપોરે આવકમાં કમી આવી શકે છે. સંભાળીને રહેવું પડશે. વિવાદોથી દૂર રહો. આવકની કમી થઈ શકે છે. સાંજે સમયમાં સુધારો થશે. કાર્યો સમય પર થશે તેમજ બાધા દૂર થશે. કરિયર- વ્યાપારમાં પૂર્ણ સક્ષમતાથી કાર્ય કરવામાં સફળ રહેશો. નોકરીમાં અધિકારી પ્રશંસા કરશે તેમજ જવાબદારી વધશે. પ્રેમ- પ્રેમ સંબંધોમાં સુવિધા ન શોધો તેમજ જીવનસાથીનો સહયોગ કરો. લકી નંબર- 1-4-9 લકી કલર- વાદળી શું કરવું- શ્રી દુર્ગાના દર્શન કરો તેમજ સાકરનો ભોગ લગાવો. સવારના સમયમાં સ્વયંના પ્રભાવથી લાભની તકો મળશે. કાર્યમાં ગતિ રહેશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. બપોરથી કંઈક રાહત પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. વિરોધીઓ સૂર બુલંદ કરી શકે છે, પરંતુ સ્વ-પ્રયાસથી તેમના પર નિયંત્રણ કરવામાં સફળ રહેશો. રાજનીતિજ્ઞોને સફળતા મળવાની સંભાવના છે. યાત્રાનો યોગ છે. માંગલિક પ્રસંગોમાં સામેલ થવાનો મોકો મળશે. સાંજનો સમય પણ સારો રહેશે. ખુશીઓની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપારમાં આવી રહેલા વ્યવધાન દૂર થશે તેમજ નોકરીમાં પણ સમય સારો રહેશે. પ્રેમ- પ્રેમમાં સાથી પ્રત્યે અનાદર ભાવ ઉત્પન્ન થશે. જીવનસાથી તરફથી ઉપેક્ષા મળી શકે છે. લકી નંબર- 1-5-8 લકી કલર- પીળો શું કરવું- દુર્ગાજીને ઘીનો દીવો અર્પણ કરો. સવારનો સમય વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવશે. કાર્યશૈલી વિકસિત રહેશે તેમજ યોજનાઓ સફળ થશે. આવશ્યકતા કરતાં વધુ આત્મવિશ્વાસ હાનિકારક હોઈ શકે છે. આવકના મામલામાં બપોરને છોડીને બાકીનો બધો સમય સારો રહેવાની સંભાવના છે. જમીનથી લાભ થવાની સંભાવના છે. સાંજે પરિવાર સાથે ભ્રમણ પર જવાનો મોકો મળશે. પ્રસન્નતા પ્રાપ્ત થશે. કરિયર- બેરોજગારોને રોજગાર પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાપાર સામાન્ય રહેશે. પ્રેમ- વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. પ્રેમમાં સ્વયં પર અંકુશ રાખો. લકી નંબર- 1-3-6 લકી કલર- લીલો શું કરવું- મહાકાળીને લીંબુની માળા ચઢાવો. પરેશાનીઓનો અંત આવશે તેમજ નવા કાર્યોની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે તેમજ સ્વ-પ્રયાસથી સમસ્યાઓનું નિદાન થશે. ઘરેલું સમસ્યાઓ પણ હલ થશે. દિવસનો સમય ધનની આવકને સહજ બનાવી રાખશે. કાર્યશૈલી ઉત્તમ રહેશે. સહયોગ પણ પ્રાપ્ત થશે. સાંજે ચિંતાજનક ઘટી શકે છે. અતિ આત્મવિશ્વાસથી પરિણામ બગડી શકે છે. રાત્રે કોઈ મોટું કાર્ય બની શકે છે. કરિયર- વ્યાપારમાં લાભદાયક સોદાઓની પ્રાપ્તિ થશે. નોકરીમાં જવાબદારી વધશે તેમજ પ્રમોશનની તકો છે. પ્રેમ- પ્રેમ સંબંધોમાં સીમાનું ઉલ્લંઘન પરેશાનીમાં નાખી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રસન્નતા રહેશે. લકી નંબર- 1-5-7 લકી કલર- ગુલાબી શું કરવું- દુર્ગાજીને ઘીનો દીવો લગાવો.
    Click here to Read More
    Previous Article
    Norway vs France, FIFA World Cup 2026 Live Score: Mbappe’s FRA lock horns with Haaland’s NOR in battle for top spot in Group I
    Next Article
    27 જૂનનું ટેરો રાશિફળ:વૃશ્ચિક રાશિના લોકોને કામનું ભારણ રહેશે, મકર રાશિના જાતકોનું નસીબ સૂર્ય માફક ચમકશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment