Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 268 તાલુકાનું ઔદ્યોગિક રોકાણ માટે નવું વર્ગીકરણ જાહેર:ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિમાં 130 તાલુકા કેટેગરી-A અને 138 કેટેગરી-Bમાં સામેલ

    13 hours ago

    રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ વધારવા અને વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસને વેગ આપવા માટે ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ રાજ્યના તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર કર્યું છે. આ વર્ગીકરણમાં રાજ્યના કુલ 268 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં 130 તાલુકાઓને કેટેગરી-A અને 138 તાલુકાઓને કેટેગરી-Bમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર વર્ગીકરણ રાજ્યના 34 જિલ્લાઓને આવરી લે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ સુધારેલું વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં નવા તાલુકાઓની રચના અને નવી ઔદ્યોગિક નીતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહનો સમજવામાં સરળતા રહેશે નવા વર્ગીકરણથી રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા અથવા હાલના ઉદ્યોગોનું વિસ્તરણ કરવા ઇચ્છતા ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટના સ્થળ પ્રમાણે લાગુ પડતી કેટેગરી અને પ્રોત્સાહન યોજનાઓની જોગવાઈઓ સમજવામાં સરળતા રહેશે. જોકે, આર્થિક પ્રોત્સાહનોનો લાભ સંબંધિત યોજનાની પાત્રતા, નિયમો અને શરતોને આધીન રહેશે. MSME, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિકો પર ભાર ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’માં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટવોટર રિસાયક્લિંગ, સ્વચ્છ ઉત્પાદન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોને પણ નીતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંતુલિત ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો હેતુ રાજ્યના તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ ઔદ્યોગિક રોકાણ માટેનું માળખું વધુ સ્પષ્ટ બનાવશે. તેનાથી ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટ માટે યોગ્ય સ્થળ પસંદ કરવામાં અને લાગુ પડતી યોજનાઓની જોગવાઈઓ સમજવામાં મદદ મળશે. સરકારનો હેતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને સંતુલિત વિકાસને વેગ આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ટ્રેનની અડફેટે અજાણ્યા વૃદ્ધનું મોત:રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-3 પર બાન્દ્રા-ગાજીપુર એક્સપ્રેસની અડફેટે આવ્યા; ઓળખ માટે પોલીસ તપાસ શરૂ
    Next Article
    First Day Of Navrari 2026 | આજથી રાજ્યભરમાં નવરાત્રિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ | Ambaji | Kutch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment