Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.2,654 કરોડના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત:કાર્ગો સેક્ટરમાં પાણી લીકેજથી બે દિવસથી કામગીરી ઠપ્પ, રૂ.2 લાખનો ચાર ટન સામાન લોડ ન થઈ શક્યો

    15 hours ago

    રૂ.2,654 કરોડના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત સામે આવી છે. અહીંના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યાને કારણે છેલ્લા બે દિવસથી કામગીરી ખોરવાઈ છે. પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે પાણી ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી જતાં શોર્ટ સર્કિટ થવાની ભીતિ ઊભી થઈ છે. જેને કારણે ઈન્ડિગો એર લાઇન્સનો રૂ.2 લાખનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી થતા લીકેજને કારણે ફ્લોર પર પાણી ભરાઈ રહ્યું છે. પાણી વીજળીના બોર્ડ સુધી પહોંચતાં કર્મચારીઓ માટે જોખમ ઊભું થયું છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે કર્મચારીઓની સુરક્ષા ન જોખમાય તે માટે કામગીરી અટકાવી દેવામાં આવી છે. જેને પરિણામે અંદાજે રૂ.2 લાખની કિંમતનો ચાર ટન જેટલો માલ લોડ થઈ શક્યો નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી ફરી શરૂ થઈ શકે તે માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જોકે બે દિવસથી લીકેજની સમસ્યા યથાવત્ રહેતાં કર્મચારીઓની સુરક્ષા અને કાર્ગો કામગીરીને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ રૂ.2,654 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આમ છતાં કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજ જેવી સમસ્યા સામે આવતાં પાયાની સુવિધાઓની જાળવણી અને કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર:પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગ્યા; 4ની ધરપકડ, બાકીની શોધ માટે 17 ટીમો બનાવાઈ
    Next Article
    હિંમતનગરમાં ભાડાના મકાનમાં ચાલતા દેહવેપાર પર AHTUની રેડ:એક યુવતીને મુક્ત કરાઈ, 6 હજારનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment