Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26.50 કરોડની ઊંચાપાત કેસમાં જામીન અરજી રદ:રાજકોટમાં બેંક કર્મચારી અને એજન્ટે વેપારીને ઊંચા વ્યાજ-નફાની લાલચ આપી ફસાવ્યા હતા, અનેક લોકો સાથે છેતરપિંડી કરી

    3 days ago

    રાજકોટમાં વેપારી સાથે 26.50 કરોડની ઉંચાપાતના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા બેંકના કર્મચારી અને એજન્ટની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવામાં આવી છે. વેપારીને ફેસબુકના માધ્યમથી લિંક મોકલી વર્ચ્યુઅલ વૉલેટમાં 43,500ની રકમ બતાવી. જે બાદ વેપારીને તેના પર થતા વ્યાજ સહિતની નફાની રકમ 2 કરોડ વિડ્રો કરવા માટે 24.50 કરોડ જમા કરાવવા પડશે એવી લાલચ આપી વેપારીના પૈસા ઓનલાઈન મેળવી લીધા હતા. ફરિયાદી પાસેથી નફા પર લાગતા ઈન્કમ ટેક્સની રકમ પણ જમા કરાવી આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં વ્યવસાય કરતા ફરિયાદી જીતેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી સાથે આરોપીએ ફેસબુકથી સંપર્ક કર્યો હતો અને લિંક મોકલી 43,500ની રકમ "વર્ચ્યુઅલ વોલેટ" માં બતાવી તેની ઉપર નફાની રકમ ચડાવી હતી. જે રકમ વિડ્રો કરવા માટે અલગ-અલગ ચાર્જીસ ડિપોઝીટ કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ ઉપર ફરિયાદીને થતા નફાની રકમ 2 કરોડ બતાવી આ રકમ વિડ્રો કરવા માટે કુલ 24.50 કરોડ ફરિયાદી પાસે જમા કરાવ્યા હતા. આ રીતે કુલ 26.50 કરોડની રકમ ફરિયાદી પાસે જમા કરાવ્યા બાદ નફા ઉપર થતા ઈન્કમ ટેક્ષની રકમ પણ જમા કરાવડાવી હતી. એક પછી એક વિવિધ બહાના હેઠળ કરોડોની રકમ જમા કરાવ્યા બાદ એક પણ રૂપિયો ફરિયાદીને ન મળતા CID સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 25થી વધુ લોકોને ઊંચા વ્યાજ અને નફાની લાલચ આપીને પૈસા પડાવ્યા આ ફરિયાદની તપાસ દરમ્યાન ધ્યાનમાં આવેલ કે, મેઘના ગુપ્તાનુ નામ ધારણ કરી એક વ્યક્તિ અનેક લોકોને ઉંચા વ્યાજ અને નફાની લાલચો આપી કરોડો રૂપિયા ડીપોઝીટ કરાવે છે અને આવી કરોડો રૂપિયાની રકમ 25 થી વધુ વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ખાતા ધારકની પુછપરછ કરતા તપાસનીશ અમલદારને જાણવા મળ્યું કે, અરજદાર / આરોપીઓ આસીફ અમીનભાઈ થઈમ અને હિરેન રમેશભાઈ પિત્રોડા પોતાના ઓળખીતા મિત્રોના નામે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવી સાઈબર ક્રાઈમની આવી કરોડોની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરી આ રકમો વીથ ડ્રો કરી લે છે. આ રીતે રકમ વીથ ડ્રો કર્યા બાદ તેઓ પોતાના માલિકોને આ રકમ મોકલી લાખો રૂપિયાનુ કમિશન મેળવે છે. બંને આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરાઈ જે મામલે બચાવ પક્ષે જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરી હતી કે, ફરીયાદમાં બંને અરજદાર /આરોપીઓના નામ નથી તેમજ તેઓએ કમિશન પેટે કોઈ રકમ મેળવેલ હોય એવો સ્પષ્ટ પુરાવો નથી, તેથી ચાર્જશીટ બાદ બંને આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ. જોકે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, બેંકના કર્મચારી તરીકે કોઈના નામના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રહેલ રકમ અલગ-અલગ વ્યકિતઓ મારફત વિડ્રો કરાવવાની કાર્યવાહી દેખીતી રીતે ગુનાહીત જણાઈ આવે છે. આ પ્રકારની ગુનાહીત પ્રવૃતિમાં આ બંને આરોપીઓએ સભાનપણે ભાગ ભજવ્યો છે. બંનેમાંથી કોઈપણ આરોપીએ તેમના મારફત ખોલાવવામાં આવેલ બેંક ખાતામાં કયાંથી અને કયાં કારણસર આટલી મોટી રકમો જમા થાય છે, તે અંગે કોઈ જ જાણકારી મેળવ્યા વિના પ્રવૃતિઓ કરે તે જ તેઓનુ ગુનાહિત માનસ છતુ કરે છે. અનેક વ્યકિતઓના કરોડો રૂપિયાની ઉચાપત થયા હોય ત્યારે ફરિયાદમાં નામ ન હોવાનુ કોઈ મહત્વ નથી. સાયબર ક્રાઈમમાં કૌભાંડકારોના ક્યારેય નામ નથી હોતા કારણ કે, આવા વ્યકિતઓ વોટસએપ મારફત ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલી યુવાનો અને અમીરોને ફસાવતા હોય છે. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ બંને આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થ દ્વારા રદ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    DB REELS: ચૂંટણી ટાણે રાજકીય સંગ્રામ:નેતાઓ વચ્ચે સટાસટી, કાર્યકરો બાખડ્યા, કૉંગ્રેસના પ્યાદાની પીછે હટ, સૂત્રોચ્ચાર સાથે તોડફોડ
    Next Article
    રાજકોટમાંથી વધુ બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ:લવ મેરેજ બાદ માવતર પક્ષએ બોલાવવાનું બંધ કર્યું, ડિપ્રેશનમાં પરિણીતાએ ઝેરી દવા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment