Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભમાં 2.64 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન:24 સ્પર્ધાઓમાં કૌવત બતાવી શાળાથી રાજ્ય કક્ષા સુધી ઝળકવાની તક

    1 day ago

    રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભનો શાળા કક્ષાએ પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેર અને જિલ્લામાંથી કુલ 2,64,169 રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 1,55,939 અને શહેરમાંથી 1,08,230 રજીસ્ટ્રેશન થયા છે. વિદ્યાર્થી ખેલાડીઓ માટે અલગ-અલગ 24 રમતોની સ્પર્ધાઓમાં કૌવત બતાવી શાળાથી લઈને રાજ્ય કક્ષા સુધી ઝળકવાની શ્રેષ્ઠ તક રહેલી છે. 4,587 ટીમો અને 1 લાખથી વધુ વ્યક્તિગત ખેલાડીઓ ભાગ લેશે રાજકોટ કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનમાં શાળા સ્તરના ખેલાડીઓ ઉપરાંત વ્યક્તિગત ખેલાડીઓ અને ટીમ આધારિત ભાગીદારોનો પણ સમાવેશ થાય છે. કુલ રજીસ્ટ્રેશનમાંથી 63,510 શાળા કક્ષાના રજીસ્ટ્રેશન, 61,732 પુરુષ ખેલાડીઓ અને 46,498 મહિલા ખેલાડીઓના રજીસ્ટ્રેશન નોંધાયા છે. આ ઉપરાંત 4,587 ટીમો અને 1,03,643 વ્યક્તિગત ખેલાડીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું છે. શાળા કક્ષાથી શરૂ થઈ સ્પર્ધાઓ રાજ્ય સ્તર સુધી પહોંચશે ખેલ મહાકુંભમાં માત્ર શાળા સ્તરના ખેલાડીઓ જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે રમતગમતમાં જોડાયેલા યુવાનો અને વિવિધ ટીમો પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ તબક્કામાં શાળા/ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ, જિલ્લા કક્ષાની ટીમ રમતની સ્પર્ધાઓ અને અંતે રાજ્ય કક્ષાની ભવ્ય સ્પર્ધાઓ યોજાશે. 23 સપ્ટેમ્બરથી રમતો શરૂ, 30 ઓક્ટોબર સુધી ચાલશે પ્રારંભિક તબક્કો જે મુજબ 23 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર દરમિયાન શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાવાની છે. આ તબક્કામાં શાળા તથા ગ્રામ્ય વિસ્તારોના ખેલાડીઓ પોતપોતાની રમતની સ્પર્ધાઓમાં ભાગ લેશે. ત્યારબાદ 25 થી 30 ઓક્ટોબર દરમિયાન તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાયા બાદ આગળના તબક્કા માટે વિજેતા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જિલ્લા અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આ ઉપરાંત 3 થી 29 ઓક્ટોબર દરમિયાન જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનો તબક્કો નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે રાજકોટ શહેર તેમજ જિલ્લાના ખેલાડીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ 29 નવેમ્બર 2026થી 11 ડિસેમ્બર 2026 દરમિયાન જિલ્લા કક્ષાની ટીમ રમતો યોજાવાની છે. ટીમ આધારિત રમતોમાં નોંધાયેલા ખેલાડીઓ અને ટીમો આ તબક્કામાં ભાગ લેશે. આખરે 13 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી, 2027 દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ખેલ મહાકુંભમાં શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
    Click here to Read More
    Previous Article
    અશાંત ધારા-પ્રોપર્ટી કાર્ડની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદન:જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારના બિલ્ડરો અને મજૂર વર્ગે પ્રશ્નોના નિરાકરણની માગ કરી
    Next Article
    Vrabel Sends Strong Message To Wilson As New England Patriots Lose Onwenu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment