Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં ભરતીનો વિક્રમ:2,600 જગ્યાઓ માટે સવા બે લાખથી વધુ અરજીઓનો ઘોડાપૂર; જુનિયર ક્લાર્ક માટે સૌથી વધુ 1.05 લાખ દાવેદારો વચ્ચે જંગ

    3 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી 2600 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયાએ સમગ્ર રાજ્યમાં રોજગારીની સ્થિતિ પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. આ ભરતીમાં અત્યાર સુધીમાં અધધ સવા બે લાખથી વધુ યુવાનોએ ઓનલાઈન અરજી કરી છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં રહેલો અદમ્ય ક્રેઝ અને સ્પર્ધાત્મક માહોલ આ આંકડા પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મનપાના વહીવટી ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ધસારો માનવામાં આવી રહ્યો છે. એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું વિભાગવાર વિગતો તપાસતા જાણવા મળે છે કે સૌથી વધુ સ્પર્ધા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે છે. આ એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. તેવી જ રીતે, સુરક્ષા વિભાગમાં માર્શલ માટે 27 હજાર, આરોગ્ય ક્ષેત્રે સ્ટાફ નર્સ માટે 25 હજાર અને ડ્રાઈવરની જગ્યા માટે 10 હજાર જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે સરેરાશ એક સીટ દીઠ 86 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયો અરજી સ્વીકારવાની અંતિમ મુદત સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે હજારો યુવાનોએ મનપાની સત્તાવાર વેબસાઈટ પર લોગ-ઈન કરતા સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયો હતો. મોડી રાત સુધી પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનોએ ભારે જહેમત બાદ પોતાની અરજી સબમિટ કરી હતી. લાખોની સંખ્યામાં આવેલી આ અરજીઓને કારણે મનપાની ભરતી સમિતિ પર હવે મોટી જવાબદારી આવી પડી છે. હવે પછીનો સૌથી મોટો પડકાર લાખો ઉમેદવારોની પારદર્શક પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીનો છે. આટલી વિશાળ જનસંખ્યા માટે પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવી અને સુરક્ષા જાળવવી એ મનપાના વહીવટી તંત્ર માટે કસોટી સમાન રહેશે. આગામી સમયમાં ટેકનિકલ અને બિન-ટેકનિકલ સ્ટાફની પસંદગી માટે તબક્કાવાર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જેના પર લાખો યુવાનોની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:કુલ 30,332 ફોર્મમાંથી 10,023 રદ્દ, 1218 પરત ખેંચ્યા, 198 બેઠકો બિનહરીફ; 19,015 ઉમેદવારો મેદાનમાં
    Next Article
    RCB vs LSG LIVE Score, IPL 2026: 4, 4, 4, 4 - Virat Kohli Goes Berserk As Clueless LSG Look For Wickets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment