Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 260 તાલુકામાં વરસાદી આફત, સાંતલપુરમાં 14 ઇંચે જળબંબાકાર:ખેતરો-ગામો બેટમાં ફેરવાયા, પૂરના પાણીમાં તણાતા 8ના મોત; બે લાપતા

    2 days ago

    ગુજરાતમાં મેઘરાજા સતત બે દિવસ મન મૂકીને વરસ્યા છે, ત્યારે 24 જુલાઇના સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 262 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 14 અને રાધનપુર તાલુકામાં 11 ઈંચ ખાબક્યો છે. વાવ-થરાદના ભાભરમાં 10 અને દિયોદર તાલુકામાં 9 ઈંચ વરસ્યો છે. આ ઉપરાંત 39 તાલુકામાં 3થી 7 ઈંચ તો 113 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં 40,500 લોકોનું સ્થળાંતર - 6,367નું રેસ્ક્યુ સતત બીજા દિવસે ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં, રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં ડૂબી જવાથી સુરતમાં બે વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. આશાપુરા ખાડીમાં એક વ્યક્તિનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર મચી ગઈ હતી. નવસારીમાં NDRFને રેસ્કયૂ સમયે 4 મૃતદેહ મળ્યા નવસારીના ઊંડાચ ગામે કાવેરી નદીના પૂરના પાણી ઘૂસી જતાં ભારે વિનાશ સર્જાયો છે. નદીના તીવ્ર વહેણમાં કેટલાક લોકો તણાયા હતા, જે પૈકી NDRFની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત અમરેલીના લાઠી તાલુકાના માલવીયા પીપળીયા ગામે અઢી વર્ષની બાળકી અને કૃષ્ણગઢ ગામ નજીક આવેલી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાતા બે યુવકો લાપતા બીજી, તરફ ઇડર તાલુકાના ચિત્રોડી ગામે નદીના કોઝવે પરથી પસાર થતા બે યુવકો પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયા હતા. સ્થાનિક ગ્રામજનો દ્વારા એકને બચાવી લેવાયો હતો, જ્યારે બીજા યુવક લાપતા થયો હતો. રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વિરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાઈ હતી, પરંતુ હજુ સુધી કાર ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. બોટાદમાં છકોડ રિક્ષા નદીના પૂરમાં તણાઈ, એકનું મોત બોટાદના બરવાળા ખાતે ખાંભડા ડેમમાંથી પાણી છોડાતાં ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી પરનો કોઝવે પાણી ગરકાવ થયો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થતી એક છકડો રિક્ષા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ હતી. રિક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બરવાળા અને બોટાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો - વસ્ત્રાપુરમાં 45 દુકાનો ડૂબી, વેજલપુરમાં લોકોના ઘરમાં 2 ફૂટ પાણી:કોમર્સ છ રસ્તા પર દુકાનદારોએ આખી રાત પાણી ઉલેચ્યું; અમદાવાદમાં પૂરથી પણ ભયાનક સ્થિતિ આ પણ વાંચો - આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ:બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ, બેઝમેન્ટમાં ગાડીઓ ડૂબી; આવતીકાલે તમામ શાળા-કોલેજો બંધ સાણંદ-વિરમગામ હાઈવે ટ્રાફિકજામને કારણે બંધ કરાયો અમદાવાદના સાણંદ-વિરમગામ હાઈવે ભારે વરસાદી પાણી ભરાવવા અને ટ્રાફિકની સમસ્યાના પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સાણંદથી વિરમગામ અને વિરમગામથી સાણંદ તરફ લોકો અવરજવર કરી શકશે નહીં. ભારે વરસાદના રેડ એલર્ટને લઈ 5 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં 25 જુલાઈના રોજ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં AMC સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તા. 27 જુલાઈ, 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો - પ્રહલાદનગરથી બોપલ સુધીનો રસ્તો રામભરોસે:રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન; ટુ-વ્હીલર પર ભાસ્કર રિપોર્ટરે અમદાવાદના પોશ વિસ્તારની હકીકત દેખાડી આ પણ વાંચો - રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે?:ઉત્તર અને મધ્ય ગુજરાત માટે 3 દિવસ ભારે, 31 જુલાઈ સુધીમાં એકપણ તાલુકો વરસાદ વિનાનો નહીં રહે શેત્રુંજી ડેમ ઓવરફ્લો, તમામ 20 દરવાજા એક ફુટ ખોલાયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક થતા સૌરાષ્ટ્રના ડેમો છલકાયા છે, જેમાં શેત્રુંજી ડેમના સિઝનમાં બીજી વખત ઓવરફલો થયો હતો, જેના કારણે ડેમના તમામ 20 દરવાજાઓ એક ફુટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે તળાજા અને પાલીતાણાના 17 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત અમેરલીના ઠેબી ડેમના બે દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. રાજકોટના ભાદર-2 ડેમના બે દરવાજા અને આજી-2 ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા હતા. મોરબીનો મચ્છુ-2 ડેમ 70% ભરાયો, 29 ગામોને એલર્ટ કરાયા બીજી, તરફ મોરબીની જીવા દોરી સમાન મચ્છુ-2 ડેમ હાલમાં 70% ભરાયો છે અને ડેમના ઉપરવાસમાં અને ડેમના કેચમેટ વિસ્તારમાં થયેલા વરસાદથી પાણીની આવક ચાલુ છે અને સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા મુજબ મચ્છુ-2 ડેમમાં 49,398 ક્યુસેક પાણીની હાલમાં આવક ચાલુ છે જેથી મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદથી બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. નવસારીમાં વાયુસેના દ્વારા એરલિફ્ટ અને સૈન્યની ટુકડીઓ મેદાનમાં નવસારી જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની 4 ટુકડીઓ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે, જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી રહી છે. બીજી તરફ, ગણદેવી તાલુકાના ભાટ ગામ પાસે ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોએ મદદની ગુહાર લગાવતાં, વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે. 24 કલાકમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગણદેવી અને શાંતાદેવીમાં કરોડોનું ધોવાણ નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અંબિકા નદી ઘટીને 36.8 ફૂટ અને કાવેરી 18 ફૂટ પર આવતાં રાહત થઈ છે, પરંતુ પૂર્ણા નદી હજુ 29 ફૂટ પર સ્થિર છે. પાણી ઓસરતાં જ વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં રસ્તો બંધ થયો છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોમાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં કરોડોનું નુકસાન થયું છે, જ્યારે હીરા ઉદ્યોગના હબ ગણાતા શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી ભરાતાં 3,000થી વધુ પરિવારો ફસાયા છે, જેમને મનપા દ્વારા ઘરો સુધી જઈને રાશન અને જરૂરી સામગ્રી પહોંચાડાઈ રહી છે. 23 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, 8 અંડરબ્રિજ બંધ અમદાવાદમાં 24 જુલાઈના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ ચાંદખેડામાં 2 ઇંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે ત્રાગડ રોડ, IOC રોડ અને ડિકેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મોડીરાત્રે ભરાયેલા પાણીના કારણે બંધ કરાયેલા 17 અંડરબ્રિજમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ કરાતાં 9 બ્રિજ શરૂ કરાયા છે. મકરબા, પરિમલ, અખબાર નગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST તથા ચાંદખેડા જેવા 8 અંડરબ્રિજ હજુ પણ બંધ છે. ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી બસમાંથી મણિનગર ફાયર ટીમે 55 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતાં 1000થી વધુ રહીશો તેમજ શેલા વિસ્તારની આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં વાહનો ગરકાવ થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, આણંદ સહિત 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત સહિતના 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના બંદરો પર એલસી-3 સિગ્નલ લગાવાયું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દરિયો ખૂબ જ રફ રહેવાની શક્યતા છે. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સખત સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર એલસી-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં પાંચ હવામાન સિસ્ટમ સક્રિય રાજસ્થાનમાં સક્રિય લો પ્રેશર, રાજસ્થાન નજીકથી પસાર થતું મોન્સૂન ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ હવામાન સિસ્ટમને કારણે રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની શક્યતા યથાવત છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં 294.6 મિમી (11.60 ઈંચ) વરસાદ નોંધાયો હતો, જે વર્ષ 1927 બાદ આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ છે. વર્ષ 1927માં જુલાઈ મહિનામાં 414.8 મિમી (16.33 ઈંચ) વરસાદ નોંધાયો હતો. વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીરો..
    Click here to Read More
    Previous Article
    બોક્સિંગમાં જાદુમણિ રાઉન્ડ ઑફ-16માં:લૉન બોલ્સમાં પુતુલની સતત બીજી જીત; પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને મેડલ ન મળ્યો
    Next Article
    2 Policemen Injured During CJP Protest Allege "Pre-Planned Attack"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment