Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    260માંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત:ક્યાંક ચીઠ્ઠી ઉછાળીને સત્તા મેળવી તો ક્યાંક બિનહરીફ ચૂંટાયા, ફટાકડા ફોડી જીતની ઉજવણી; જુઓ પ્રમુખોનું ફોટો સાથેનું લિસ્ટ

    1 सप्ताह पहले

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લોકોને મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની રાહ છે. જ્યારે 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓના નામની થોડા દિવસ પહેલા જાહેરાત થઈ ગઈ છે. હવે આજે 260 તાલુકા પંચાયતમાંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યાં છે. દરેક તાલુકામાં પ્રમુખોને હાર પહેરાવી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી થઈ રહી છે. આગામી 25 મેના રોજ બાકી રહેલા 127 તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર કરવામાં આવશે. આજે ભાવનગર, કચ્છ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જામનગર ખેડા, આણંદ તેમજ પાટણ સહિતના જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ જિલ્લાની સરસ્વતીમાં તેમજ જામનગરની લાલપુર તાલુકા પંચાયતમાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. બીજી તરફ ચોટીલાની તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે. પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સૌથી વધુ રસપ્રદ સરસ્વતી તાલુકા પંચાયત રહી હતી. સરસ્વતી તાલુકાની 24 સીટોમાંથી ભાજપ અને કોંગ્રેસના ફાળે 12/12 સીટો આવી હતી. આજરોજ યોજાયેલ પ્રમુખ ઉપ પ્રમુખની વરણીમાં ભાજપે સરસ્વતી તાલુકા પચાયત હાંસલ કરી છે. સરસ્વતી તાલુકામાં મામલતદારની હાજરીમા ચિઠી ઉડાડી નિર્ણય કર્યો. મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચીઠ્ઠીમાં ભાજપે સરસ્વતી તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરી છે. સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી કરવામાં આવી. હવે જુઓ તાલુકા પંચાયતના પ્રમુખનું ફોટો સાથેનું લિસ્ટ 25 મેના રોજ અન્ય 16 જિલ્લાના તાલુકા પંચાયતોના પ્રમુખની જાહેરાત થશે સૌરાષ્ટ્ર ઝોન * દ્વારકા * અમરેલી * બોટાદ * જુનાગઢ * મોરબી * પોરબંદર મધ્ય ઝોન * અમદાવાદ * દાહોદ * ભરૂચ * પંચમહાલ દક્ષિણ ઝોન * ડાંગ ઉત્તર ઝોન * અરવલ્લી * બનાસકાંઠા * મહેસાણા * વાવ-થરાદ * સાબરકાંઠા
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢમાં વહુ 90 વર્ષના સાસુને પીઠ પર ઊંચકીને બેંક પહોંચી:₹500 પેન્શન માટે 5 કિલોમીટર ચાલીને ગઈ, બોલી- બેંક મિત્ર ઘરે આવ્યો નહીં, KYC ન થવાને કારણે પેન્શન અટક્યું
    Next Article
    વઢવાણ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓનું સન્માન:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment