Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 જુલાઈનું અંકફળ:અંક 9ના જાતકોને વિદેશ યાત્રાની તમામ અડચણો દૂર થશે, અંક 2 અને 4ના જાતકોને દગો મળવાની શક્યતા

    10 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં ભાગ્ય પ્રભાવિત થશે. કામમાં વિલંબની સાથે આવકમાં અભાવ આવશે. વિરોધ વધારે થશે. તમામ ક્ષમતા હોવા છતાં કામમાં પાછળ રહી શકો છો. દિવસ દરમિયાન ખર્ચની અતિશયતા થઈ શકે છે. પરંતુ આગળના સમયમાં કોઈ ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. સાંજે સમય અનુકૂળ રહેશે. સંતાનના કાર્યોથી પ્રસન્નતા થશે. નવા કામો પણ પ્રાપ્ત થશે. કરિયર: નોકરીયાત વર્ગને અધિકારીઓની સતામણી સમાપ્ત થશે. વેપાર સામાન્ય રહેશે. લવ: વૈવાહિક જીવનની કડવાશ સમાપ્ત થશે. પ્રેમમાં પાછળ રહી શકો છો. લકી નંબર: 1-6-8 લકી કલર: કથ્થઈ શું કરવું: ગરીબ વિદ્યાર્થીને પુસ્તકનું દાન કરો. સવારના સમયમાં વાહન વગેરેના ઉપયોગમાં સાવધાની રાખવી. મિત્રો તરફથી દગો મળી શકે છે. યોજનાઓ નિષ્ફળ જઈ શકે છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. કિંમતી વસ્તુઓને સાચવીને રાખવી. બપોર પછી આવકમાં સુધારો થશે. કામમાં સામાન્ય સુધારો થશે. સહયોગની અપેક્ષાઓ પૂરી થશે. દિવસના અંતમાં ખુશીના સમાચાર મળશે. સંતાન સહયોગ કરશે. ચિંતાઓ સમાપ્ત થશે. હરવા-ફરવા જવાની તક મળી શકે છે. કરિયર: વેપારમાં લેવડ-દેવડમાં સાવધાની રાખવી. નોકરીમાં અધિકારીઓ સંતોષમાં રહેશે. લવ: વૈવાહિક સંબંધોમાં અડચણો આવશે. પ્રેમમાં વાતચીતમાં સાવધાની રાખવી. લકી નંબર: 1-7-9 લકી કલર: બ્લુ શું કરવું: ગરીબ વ્યક્તિને અન્નનું દાન કરવું. સવારના સમયમાં આવકના મામલામાં સફળ રહેશો. આ સમય યાત્રા પર જવાની તક બનાવશે. નાણાંની આવકમાં સુધારો રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. બપોરે કામમાં સુધારો રહેશે. અનાવશ્યક ચિંતાઓ પણ રહી શકે છે. આળસની અતિશયતા રહેશે. મન ઉદાસ રહેશે. સાંજે જોશ જળવાઈ રહેશે. આવક વધવાથી ચિંતા સમાપ્ત થશે. પરિવાર પણ અનુકૂળ રહેશે. કરિયર: પ્રવાહી પદાર્થોથી લાભ પ્રાપ્ત થશે, પણ કેમિકલમાં નુકસાન થશે. નોકરીમાં બદલીના યોગ. લવ: જીવનસાથી કે જેને પ્રેમ કરો છો, તેના માટે ચિંતાની વાત થઈ શકે છે. લગ્ન સંબંધોમાં અંતર આવી શકે છે. લકી નંબર: 1-6-8 લકી કલર: ગુલાબી શું કરવું: પક્ષીઓને જુવારના દાણા ખવડાવો. જરૂરી સમજદારી રાખવી. શત્રુઓ પણ હાવી થવાનો પ્રયાસ કરશે. બનતા કામ બગડી શકે છે. વિરોધીઓને અવગણવાનો પ્રયાસ ન કરો. મદદની આશા આપનારા દગો આપી શકે છે. યોજનાઓ છુપાવીને રાખવી. લેવડ-દેવડમાં પણ સાવધાનીની જરૂર છે. બપોરે પણ ભરોસાપાત્ર લોકો સાથે કામ કરવું. કોઈપણ પ્રકારે પોતાનો પ્રચાર ન કરવો. સાંજે રાહત પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં ઓછો લાભ અને નોકરીમાં તણાવ વધારે રહેશે. અધિકારીઓ અસંતુષ્ટ રહેશે. વધુ બોલવાની ટેવથી નુકસાન થઈ શકે છે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમ કરવામાં સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર: 1-2-6 લકી કલર: વાદળી શું કરવું: ગરીબ વ્યક્તિને તળેલી વસ્તુઓ ખાવા માટે દાન કરો. સંતાનની ચિંતા રહેશે. મદદની આશા નકામી જશે. બાળકોની વાતોને અવગણવાથી નુકસાન થશે. આવક મનમુજબ પ્રાપ્ત નહીં થઈ શકે. દરેક કામમાં અડચણ આવી શકે છે. જૂની બિનજરૂરી વાતો સામે આવી શકે છે. બપોરે ધન પ્રાપ્તિ થશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે. સાંજે સમય પક્ષમાં રહેશે. આવકમાં સુધારા સાથે ધાર્મિક આયોજનમાં જવાનો મોકો મળશે. શુભ સમાચાર જાણવા મળશે. કરિયર: નોકરીમાં પણ અડચણો આવી શકે છે. અધિકારીઓ પરેશાન કરશે. વેપાર સામાન્ય રહેશે. લવ: પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 1-3-5 લકી કલર: પીળો શું કરવું: અસહાય વ્યક્તિને તેલનું દાન કરવું. સવારના સમયમાં માતા-પિતાને કષ્ટ થઈ શકે છે. આવક નબળી અને પરાક્રમ ઓછું રહેશે. વાહન વગેરેના ઉપયોગમાં સાવધાની રાખવી. વિવાદની સ્થિતિ ઊભી થશે. બપોરે કાર્યસ્થળ પર મનપસંદ વાતાવરણ નહીં રહે. હાથ નીચેના કર્મચારીઓ પરેશાન કરશે. નાની યાત્રા થઈ શકે છે. આવકમાં સુધારો રહેશે. સાંજના સમયે પણ વિરોધીઓનો સામનો કરવો પડશે અને પોતાના પ્રયાસોથી જ સફળતા પ્રાપ્ત કરી શકશો. કરિયર: વેપારમાં મંદી રહેશે. નોકરીમાં પરેશાની થઈ શકે છે. લવ: વૈવાહિક સંબંધો મધુર રહેશે. પ્રેમમાં લાલચનો ત્યાગ કરવો પડશે. લકી નંબર: 1-3-8 લકી કલર: લીલો શું કરવું: જરૂરિયાતમંદને જૂના કપડાંનું દાન કરવું. સવારે પરાક્રમમાં કમી આવી શકે છે. ભાગ્યમાં કમી અને સંતાનની ચિંતા રહેશે. કાર્યશૈલીમાં ફેરફારથી લાભ થશે. બપોરે આવકમાં સુધારો થશે. કાનૂની બાબતોમાં સફળતા મળશે. પરિવારનો સહયોગ રહેશે. હરવા-ફરવા જવાનો મોકો મળશે. મોંમાં ચાંદા અને પેટમાં બળતરા થઈ શકે છે. સાંજના સમયમાં સહયોગ પ્રાપ્ત થશે. કામ સમયસર થશે અને સફળતા પણ મળશે. વાહન સુખ પ્રાપ્ત થશે. કરિયર: વેપાર મિશ્ર રહેશે. નોકરીમાં સીનિયરોનો સહયોગ પ્રાપ્ત થશે. લવ: પ્રેમ સંબંધો ગાઢ બનશે. અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવો મળશે. જીવનસાથીથી ખુશી મળશે. લકી નંબર: 1-5-9 લકી કલર: કેસરી શું કરવું: ગરીબ વ્યક્તિને યથાશક્તિ ડ્રાયફ્રૂટ્સનું દાન કરવું. સંપત્તિ સંબંધિત સમસ્યા આવી શકે છે. પરિવારના લોકો મુશ્કેલી ઊભી કરી શકે છે. કાનૂની મામલા ગૂંચવાયેલા રહેશો. કાર્યસ્થળ પર મુશ્કેલીઓ આવશે. જરૂરિયાત મુજબ નાણાં ઉપલબ્ધ થઈ જશે. સંપર્કો કામ નહીં આવે. બપોરે આવકમાં સુધારો રહેશે અને કામ સમયસર થશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સાંજે વધારાની સાવધાની રાખવી પડશે. નવા લોકો સાથે વ્યવહાર ન કરવો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કરિયર: નોકરી શોધવાનો પ્રયાસ કરવો પડશે. વેપારીઓને ટેક્સ સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. લવ: પ્રેમમાં અન્ય લોકો દ્વારા વિઘ્ન આવી શકે છે. વૈવાહિક જીવનમાં કડવાશ સમાપ્ત થશે. લકી નંબર: 1-4-9 લકી કલર: સફેદ શું કરવું: ગરીબ વ્યક્તિને મીઠાનું દાન કરો. કામમાં ઝડપની સાથે સુખમાં પણ વધારો થવાનો છે. પિતા માટે આ સમય લાભદાયી રહેશે. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માતા પણ સુખી થશે. આવકના મામલામાં સુધારો થશે. નવા કામો પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા કરનારાઓની અડચણ સમાપ્ત થશે. બપોરે સમય સારો રહેશે. ખુશીના સમાચાર જાણવા મળશે અને પરાક્રમ દર્શાવવાનો મોકો મળશે. સાંજે ખર્ચ વધારે થશે. આવકમાં અભાવ અનુભવાશે અને વિવાદ થઈ શકે છે. કરિયર: વેપારમાં સુધારો થશે. નોકરીમાં યોગ્યતા મુજબ કામ મળશે. લવ: પ્રેમમાં લાગણીનો અભાવ રહેશે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. લકી નંબર: 1-5-7 લકી કલર: લાલ શું કરવું: ગરીબોને જૂના ધાબળા કે સ્વેટરનું દાન કરવું.
    Click here to Read More
    Previous Article
    All about Rabdentse Ruins, the ‘Machu Picchu of India’
    Next Article
    રવિવારનું રાશિફળ:ધન રાશિ માટે નવું ઘર કે પ્રોપર્ટી લેવાનો ઉત્તમ દિવસ, કુંભ રાશિને નવી નોકરી મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment