Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇશા અંબાણી ભારતની 26 હસ્તકળાથી સજાવેલો ડ્રેસ પહેરીને ખીલી ઊઠી:450 કલાકે તૈયાર થયેલા ડ્રેસમાં ગુજરાતની ખાસ ઝલક, હીરાજડિત જ્વેલરીએ શોભા વધારી

    10 hours ago

    ભારતીય સંસ્કૃતિ અને કળાને વૈશ્વિક ફલક પર રજૂ કરવામાં અંબાણી પરિવાર જરાય પાછળ હટતો નથી. તાજેતરમાં જ ઈશા અંબાણીએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફેશન મેગેઝિન વોગની પ્રી-પાર્ટી ઇવેન્ટમાં ઈશા અંબાણી 'ભારત'નું પ્રતિનિધિત્વ કરતી ખાસ કસ્ટમ મેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેના સ્ટ્રેપલેસ ડ્રેસ અને હીરા જડીત ઘરેણાંઓએ ભારતની વિવિધ 26 ભાગોની કળાને એકસાથે રજૂ કરી હતી. સ્વદેશ સાથે મળીને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી સ્પેશિયલ બેન્ડેજ ડ્રેસ વોગની પ્રી-પાર્ટી ઇવેન્ટની થીમ 'કોસ્ચ્યુમ આર્ટ'ને ધ્યાને રાખીને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ અંબાણી પરિવારના સ્વદેશ બ્રાન્ડ સાથે મળીને ઈશા અંબાણી માટે એક ખાસ ડ્રેસ તૈયાર કરી હતી. આ રીઈમેજિન્ડ બેન્ડેજ ડ્રેસ બોડી-હગિંગ સિલ્વેટમાં છે, જે શરીરના કુદરતી આકારને વધુ ઉભારે છે. આ ખાસ ડ્રેસને 26 અલગ અલગ બોર્ડર્સથી તૈયાર કરવામાં આવી છે, જે ભારતના 26 ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે. 26 ભાગોને આવરી લેવાયા, ગુજરાતનું ખાસ મહત્ત્વ દર્શાવાયું ડ્રેસમાં ગુજરાતના હાથવણાટ અને ભરતકામને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ઈશાની ડ્રેસમાં ગુજરાતનું આરી ભરત અને આશાવલી વર્કના કુલ 3 બેન્ડેજ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનું ઝરીકામ અને બનારસી બ્રોકેડ, પારસી ગારા, મધ્યપ્રદેશનું મહેશ્વરી વર્ક, રાજસ્થાનનું કર્ચોબીકામ, પુડ્ડુચેરીનું પેટીટ પોઈન્ટ, જમ્મુ અને કશ્મીરનું ટીલા વર્ક, પશ્ચિમ બંગાળનું કાથા વર્ક અને બલુચારી, કર્ણાટક અને તમિલનાડુનું ગંદાભેરુંદા (કાંજીવરમ), મહારાષ્ટ્રની પૈઠણી, આંધ્રપ્રદેશની મંગલાગીરી અને ઓડીશાના સંબલપુરી વર્કનો સમાવેશ થાય છે. ડ્રેસ તૈયાર થવામાં 450 કલાક લાગ્યા ઈશા અંબાણીનો આ ઝિણવટભરેલો અને ટેક્સ્ચર્ડ ડ્રેસ બનાવવામાં 450 કલાકની મહેનત લાગી છે. ડ્રેસ માટે કાળો, મરૂન, ગોલ્ડ, કેસરી, લીલા જેવા ડાર્ક ક્લાસી શેડ્સ પર પસંદગી ઢોળવામાં આવી છે, જે તેને વધુ ભવ્ય બનાવે છે. આ ડ્રેસ ભારતના ખૂણે ખૂણે વસેલી વિવિધ સંસ્કૃતિઓ અને કારીગરોની કળાને એક ખાસ સન્માન છે, જેણે વૈશ્વિક સ્તરે ભારતીય ક્રાફ્ટ્સને સુંદર રીતે રજૂ કરી છે. 300 કલાકે તૈયાર થયેલી હેર જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બેન્ડેજ ડ્રેસની શોભામાં અભિવૃદ્ધિ માટે ઈશા અંબાણીએ ખાસ 'મેજેસ્ટિક લેપર્ડ કૌચર હેર ઓર્નામેન્ટ' પહેર્યું હતું. આધુનિક શાહી ઠાઠના પ્રતીક સમાન આ હેર એક્સેસરી બે ફૂટ લાંબી છે અને ઝવેરાતથી જડેલા બો જેવી દેખાય છે. તેના વચ્ચેના ભાગમાં બે 'મેજેસ્ટિક લેપર્ડ' એટલે કે સુંદર દીપડાઓની ડિઝાઈન છે, જે એક ચમકતા રત્નની આજુબાજુ ગોઠવાયેલા છે. આ હાથથી બનાવેલા આભુષણને તૈયાર કરવામાં 300 કલાકથી વધુનો સમય લાગ્યો છે. ઈશાએ ફ્રન્ટથી વાળને સ્લીક રાખીને ચોટલામાં બેશકિંમતી માસ્ટરપીસને ગુંથ્યો છે. 'સ્વીટ વાયોલેટ' ઇયરિંગ્સે શોભા વધારી હેર પીસ ઉપરાંત ઈશાએ સિન્ડી ચાઓ (CINDY CHAO) બ્રાન્ડના ટેંગો ગાર્ડન કલેક્શનની 'સ્વીટ વાયોલેટ' ઇયરિંગ્સ પહેરી હતી, જેનો ફ્લોરલ આકાર અદ્ભુત લાગતો હતો. ઈશાએ ઇયરિંગ્સને મેચિંગ રિંગ પણ પહેરી હતી. તેણે કપડાંની કલર થીમને ધ્યાને રાખીને બ્રાઉન નેઇલ પોલીશ કરી હતી. આ ઉપરાંત તેણે અમીના મુઆદ્દીની હીલ્સ પહેરી હતી, જેની ઇન્ટરનેટ પર કિંમત ₹94,000 જણાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    India’s two youths: Why gap between unemployed graduates and credit score chasers matters
    Next Article
    REELનાં ચક્કરમાં 5 બાળકો 60 ફૂટ ઊંચી પાણીની ટાંકીએ ચઢ્યા:ઊતરતી વખતે સીડી તૂટતાં 3 નીચે પટકાયાં, 1નું મોત; 2 બાળકો 16 કલાક ઉપર જ ફસાતા એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment