Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર:26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે પરિણામ; ભાજપમાં ટિકિટ માટે ધસારો

    11 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ બેઠકો માટે હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, "ભાજપમાં જોવા મળી રહેલી આ સ્વસ્થ સ્પર્ધા દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે. આગામી 28 એપ્રિલે ભાજપનો ભવ્ય વિજય થશે અને વિરોધ પક્ષોનો સફાયો થશે." સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને મહિલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુઓની લાંબી કતારો આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેત આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની ચૂંટણી લડવા ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો:12 વોર્ડની સેન્સ પ્રક્રિયા દરમિયાન 656 લોકોએ દાવેદારી નોંધાવી, વોર્ડ નંબર 7માં સૌથી વધુ 77 દાવેદાર
    Next Article
    'વ્યાજખોરો જમીન પચાવી પાડવા માંગે છે, મરવા સિવાય છૂટકો નથી':રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની જનસંપર્ક સભામાં વ્યાજના ચક્રમાં ફસાયેલા 35 લોકોની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment