Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળવા પહોંચ્યા વીરેન્દ્ર સહેવાગ:આર્યવીર સહેવાગે 26 બોલમાં 28 અને અન્વય દ્રવિડે 18 બોલમાં 38 રન ફટકાર્યા, 7 રને ભારતનો વિજય

    2 days ago

    ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટિમનું 3 દિવસ પહેલા રાજકોટમાં આગમન થયા બાદ આજે 18 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ પ્રથમ વનડે મેચ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આજની મેચમાં સહેવાગ દ્રવિડની જોડી એટલે કે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ રાજકોટના મેદાન પર ભારત તરફથી મેચ રમતા જોવા મળ્યા હતા અને આ મેચ નિહાળવા ખુદ વીરેન્દ્ર સહેવાગ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજની પ્રથમ મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. રાજકોટ જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 ક્રિકેટ વનડે મેચ શરૂઆત થઇ ચુકી છે ત્રણ વનડે મેચની સિરીઝમાં આજે પ્રથમ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા જેમાં આર્યવીર સહેવાગે 26 બોલમાં 5 ચોગ્ગા મદદથી 28 રન બનાવ્યા હતા જયારે અન્વય દ્રવિડે 18 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા મદદથી 38 રન બનાવ્યા હતા અને યશબર્ધન ચૌહાણએ 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા મદદથી 54 રન બનાવ્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના ટોચના ચાર બેટ્સમેનોમાંથી ત્રણ ખેલાડીઓએ 40 કે તેથી વધુ રન બનાવ્યા હતા. કેપ્ટન જેક ઝોસ્નેકે 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમીને મેચને રોમાંચક વળાંક પર પહોંચાડી હતી. 11 બોલમાં 24 રનની જરૂર હતી ત્યારે તેમણે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા જેમાં બીજા ચોગ્ગા સાથે તેમણે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ ત્યારપછીના જ બોલ પર તેઓ આઉટ થઈ ગયા હતા. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જરૂર હતી પરંતુ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર મોહિત ઉલ્વાએ માત્ર ત્રણ રન આપીને ભારતીય ટીમને 7 રનથી જીત અપાવી દીધી હતી. ઉલ્લેખનીય છે એ હવે આગામી 21 અને 23 સપ્ટેમ્બરના રોજ વનડે મેચ તેમજ 27થી 30 સપ્ટેમ્બર સુધી યુથ ટેસ્ટ મેચ રમાનાર છે. સૌરાષ્ટ્ર ભરમાંથી ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ નિહાળવા આવી શકે તે માટે પ્રેક્ષકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નંદીગ્રામમાં મોટો ‘ખેલ:TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, 'દીદી'એ કોંગ્રેસને સમર્થન આપ્યું તો 2 કલાકમાં ઉમેદવારની ધરપકડ થઈ; 6 ઓક્ટોબરે પેટાચૂંટણી
    Next Article
    લાલપુરમાં દીપ વિતરણ:સેવા સંકલ્પ અભિયાન હેઠળ ઘરે ઘરે દીપ પ્રગટાવવા આહ્વાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment