Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વલ્લભીપુરમાં આભ ફાટ્યું, એકસાથે ચાર સિસ્ટમથી 259 તાલુકામાં વરસાદ, આજે સૌરાષ્ટ્ર-કચ્છ રડારમાં, ઓપરેશન સિંદૂરમાં ભારતે 314 કિમી દૂરથી પાકિસ્તાની જેટ ફૂંકી માર્યું

    13 hours ago

    નમસ્તે, ઓપરેશન સિંદૂરને લઈને સંરક્ષણ મંત્રાલયે નવો રિપોર્ટ બહાર પાડ્યો. BRICS સમિટના વેજ મેન્યૂને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે સતત 8મા મહિને દેશમાં મોંઘવારી વધી છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે બીજી ટી-20 મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઓપરેશન સિંદૂરમાં 314km દૂર રહેલા પાકિસ્તાની જેટને તોડી પાડ્યું:S-400 ડિફેન્સ સિસ્ટમે નિશાન બનાવ્યું; રક્ષા મંત્રાલયે કહ્યું- અંતર દુશ્મનને બચાવી શકશે નહીં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના (IAF) ના S-400 એર ડિફેન્સ સિસ્ટમે 314km ના અંતરેથી પાકિસ્તાનના એક સ્પેશિયલ-મિશન વિમાનને તોડી પાડ્યું હતું. રક્ષા મંત્રાલયના 2025-26 ના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ ભારત દ્વારા જમીનથી હવામાં કરવામાં આવેલા સૌથી લાંબા અંતરના હુમલાઓમાંથી એક છે. આ કાર્યવાહીએ એરફોર્સની લાંબા અંતરની એર ડિફેન્સ ક્ષમતા દર્શાવી. આનાથી એવો પણ સંદેશ ગયો કે દુશ્મનનું વિમાન વધુ અંતરે હોવા છતાં તેમને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમથી સુરક્ષિત રાખી શકશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભાજપે કહ્યું - કોંગ્રેસનું BRICS ડિનર પર સવાલ ઉઠાવવું શરમજનક:સાબિત થઈ ગયું કે તેઓ નારાજ ફુઆ જ છે; રાહુલે કહ્યું હતું- ભારતમાં 80% લોકો નોનવેજિટેરિયન છે BRICS સમિટમાં પીરસવામાં આવેલા ભોજનની ટીકા કરવા બદલ ભાજપે સોમવારે કોંગ્રેસ પર ફરીથી પલટવાર કર્યો. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે સમિટમાં ભારત દ્વારા હાંસલ કરાયેલી સિદ્ધિને બદલે ડિનરના મેનૂ પર ધ્યાન આપ્યું. આ અત્યંત હાસ્યાસ્પદ અને શરમજનક છે. સુધાંશુએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓનું વલણ સાબિત કરે છે કે તેઓ ‘નારાજ ફુઆ’ જ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- મારી દીકરીનો ગેંગરેપ પછી હત્યા, આદિત્ય ઠાકરે-સૂરજ પંચોલી સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સોમવારે FIR નોંધી છે. બોમ્બે હાઈકોર્ટે દિશાના પિતાની અરજી પર CBI તપાસના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે 6 વર્ષ સુધી FIR નોંધવી નહીં અને કેસને માત્ર અકસ્માત તરીકે જોવો ઘણા સવાલો ઉભા કરે છે. મુંબઈ પોલીસે બે વાર તપાસ કરી હતી અને દિશાના મોતને અકસ્માત ગણાવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. પાકિસ્તાનને ખીચડી ખાવાના ફાંફા ને ઇનામ આપશે 70 લાખ!:આતંકવાદી મસૂદ-અઝહર પર ઇનામ વધાર્યુ, ભાગેડુ જાહેર કર્યો; FATFની બેઠક પહેલાં PAKની નવી ચાલ પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના પ્રમુખ મસૂદ અઝહર પર ઇનામ વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા કરી દીધું છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ આતંકવાદીઓની નવી રેડ બુકમાં અઝહરને ભાગેડુ જાહેર કર્યો છે. આ કાર્યવાહી ઓક્ટોબરમાં યોજાનારી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક પહેલા થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે સાંભળીને પણ સમજી શકાશે:સામાન્ય માણસને સમજાય તેવી સરળ હિન્દીમાં આદેશનું ઓડિયો-વીડિયો બુલેટિન જાહેર થશે; હિન્દી દિવસ પર જન સૂચના સેવાની જાહેરાત સુપ્રીમ કોર્ટે હિન્દી દિવસના અવસરે ટૂંક સમયમાં 'જન સૂચના સેવા' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કોર્ટના મોટા ચુકાદા અને આદેશોનો સાર સરળ હિન્દીમાં નાના ઓડિયો અને વીડિયો બુલેટિન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે, જે લોકોને કાયદાકીય ભાષામાં લખેલા નિર્ણયો વાંચવામાં અને સમજવામાં મુશ્કેલી પડે છે, તેઓ તેમને સાંભળીને અને જોઈને પણ સમજી શકશે. આ પહેલનો હેતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને સામાન્ય લોકોની સમજમાં લાવવાનો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજ્યમાં ભાદરવો ભર'પૂર', એક જ દિવસમાં 259 તાલુકામાં વરસાદ:ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, ચારેકોર પાણી પાણી છતા રાજ્યમાં હજી પણ સરેરાશ 17 ટકા વરસાદની ઘટ રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુર અને આણંદના બોરસદમાં આશરે 6-6 ઈંચ અને રાજકોટના કોટડા સાંગાણી, ગીર સોમનાથના ઉના અને વડોદરાના કારંજમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 51 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદના પોશ વિસ્તાર જળબંબાકાર:બોપલ-શેલાને ધમરોળ્યું, વરસાદ બંધ થયાના 4 કલાક બાદ પણ 55 વિસ્તારમાં પાણી, સરેરાશ 3.43 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં 23 જુલાઈ, 2026ના રોજ સરેરાશ 20 ઇંચ વરસાદ પડ્યા બાદ લગભગ 52 દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે ફરી સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. સાંજના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 3.43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સિઝનનો વરસાદ 31 ઇંચ જેટલો થઈ ગયો છે. હવે 4 ઇંચની જ ઘટ રહી છે. શહેરમાં સૌથી વધુ 5.63 ઇંચ વરસાદ વટવા, સરખેજ અને લાંભામાં નોંધાયો છે. જ્યારે બોપલ, ઘુમા, આંબલી, ઇસ્કોન, મકતમપુરા, બાકરોલ સહિતના વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દાવો- મમતાના 20 બળવાખોર સાંસદોમાંથી 17 ભાજપમાં જશે:યુસુફ પઠાણ સહિત ત્રણનું બહારથી સમર્થન; વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ TMC તૂટી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ લંડનમાં પ્રથમ વખત ગંગા આરતી, હજારો લોકો જોડાયા:થેમ્સ નદીના કિનારે વારાણસી ઘાટ જેવી ઝલક, ચિન્મય મિશનના 75 વર્ષ પૂરા થવાના અવસરે આયોજન (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ પીછો કર્યો, ગંદો ઈશારો કર્યો ને ટક્કર મારી:ગુરુગ્રામમાં યુવકોએ લેડી રાઈડરને કારથી ઉડાવી; 50 મીટર સુધી ઢસડાવું; કેમેરામાં કેદ થઈ રુંવાડા ઊભા કરતી ઘટના (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ ભારત નેપાળને દરરોજ 18 કલાક 654 મેગાવોટ વીજળી આપશે:આ 28 લાખ ઘરોની જરૂરિયાત બરાબર; પૂરને કારણે નેપાળમાં વીજળી ઉત્પાદન ઘટ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ 'ચોર ચોર.. ટ્રોફી ચોર...'ના નારાથી ગુંજ્યું દુબઈનું મેદાન, VIDEO:ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો તો પાક ગૃહ મંત્રી મેદાનમાંથી ભાગ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ ગુજરાતીઓ, બેગ પેક કરી લો!:IRCTCનું ધમાકેદાર દુબઈ-અબુ ધાબીનું ટૂર પેકેજ, અમદાવાદથી સીધી ફ્લાઇટ; હોટેલ-વિઝા સામેલ; ઈન્ફોગ્રાફિક્સમાં જાણો બધું જ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ ગણેશજીની હળદરની અને સોનાની મૂર્તિને પૂજવાથી મળે છે સમાન પુણ્ય!:ગણેશોત્સવે જાણો છાણ, શ્વેતાર્ક અને માટીના ગણેશજીની સ્થાપનાનું મહત્ત્વ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રિક્ષાવાળો બન્યો રોબોટ ડોગ ચીનના શંઘાઈમાં એક રોબોટ ડોગ રિક્ષા ખેંચતો નજરે પડ્યો. ‘મેજિકડોગ’ નામના આ રોબોટની પાછળ રિક્ષા જોડવામાં આવ્યો હતો, જેમાં લોકો બેસીને ફરી રહ્યા હતા. રોબોટ રિક્ષા ખેંચવાની સાથે વળાંક પણ લઈ રહ્યો હતો. હવે તેને સામાન ખેંચી જવા જેવા બીજા કામોમાં પણ અજમાવવામાં આવી રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોદીનાં ડિનરમાં જિનપિંગ કેમ ન ગયા?:મીટિંગમાંથી સીધા હોટલ ભેગા, બીજા દિવસે ચીન રવાના, ભારતની કઇ વાતથી સમસમી ગયા? સસ્પેન્સ ઘેરાયું 2. SDPay એપથી 635 કરોડનું ફ્રોડ કરનારા બે મુખ્ય સૂત્રધાર ઝડપાયા:ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશામાંથી દબોચ્યા, ફ્લાઇટમાં અમરેલી લવાયા 3. બાળકો આપઘાત કેમ કરવા લાગ્યાં:સુરતની બે ઘટનાએ ગુજરાતને હચમચાવ્યું; ChatGPTને પૂછે છે- ગળાફાંસો ખાવામાં ગાંઠ કેમ મારવી 4. આજનું એક્સપ્લેનર:દુશ્મન દેશોને એક ટેબલ પર લાવ્યા, ચીન પાસે પહેલગામ હુમલાની નિંદા કરાવી; BRICS સમિટથી ભારતને 5 મોટા ફાયદા 5. ભાવનગરથી શિમલા સુધી રનવે તૈયાર, પરંતુ 'ઉડાન' ગાયબ:18 કરોડના ખર્ચ સામે કમાણી 4 કરોડ; 10 વર્ષ પછી પણ યોજના કેમ અટકી ગઈ? 15 એરપોર્ટ પર ફ્લાઇટ બંધ 6. અમેરિકા કંઈપણ કર્યા વિના અબજો કેવી રીતે કમાય છે:ડોલર કેવી રીતે સૌથી શક્તિશાળી ચલણ બન્યું અને BRICS દેશો તેને કેમ હટાવવા માગે છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ-કુંભ રાશિને આવકના નવા સ્ત્રોતથી લાભ મળશે, વૃષભ જાતકોનાં પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Dug Up, Repaired, Dug Up Again: Why Delhi Roads Keep Getting Damage
    Next Article
    આજે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં યલો એલર્ટ:20 સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે, સોમવારે 250થી વધુ તાલુકામાં વરસાદ, રાજ્યમાં હજી 17 ટકાની ઘટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment