Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ભાદરવો ભર'પૂર', એક જ દિવસમાં 259 તાલુકામાં વરસાદ:ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, ચારેકોર પાણી પાણી છતા રાજ્યમાં હજી પણ સરેરાશ 17 ટકા વરસાદની ઘટ

    2 days ago

    રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુર અને આણંદના બોરસદમાં આશરે 6-6 ઈંચ અને રાજકોટના કોટડા સાંગાણી, ગીર સોમનાથના ઉના અને વડોદરાના કારંજમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 51 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં ચારેકોર વરસાદથી ઠેર-ઠેર પાણી-પાણી જોવા મળ્યું હતું છતાં હજી પણ રાજ્યમાં સરેરાશ 17% વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યના વરસાદની તસવીરો પોરબંદરમાં વીજળી પડતા પશુપાલક અને ભેંસનું મોત રાજ્યમાં દિવસ દરમિયાન વરસેલા વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી હતી. રાજકોટમાં માત્ર બે ઈંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ગોંડલમાં અંડર બ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ હતી. ગઢડામાં ચેકડેમો, નદીઓ અને નાળાં ઓવરફ્લો થયા હતા. જૂનાગઢનો આણંદપૂર ડેમ ઓવરફ્લો થયો હતો. પોરબંદરમાં વીજળી પડતા એક પશુપાલક અને ભેંસનું મોત થયું હતું. વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે જળમગ્ન થયો હતો. પાદરાનીમાં ચાલીને જતાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યા આ ઉપરાંત વડોદરાના પાદરાની જાસપુર ચોકડી નજીક ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતાં એક મહિલા પોતાની પૌત્રી સાથે અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી. આસપાસના દુકાનદારો અને સ્થાનિકોએ તુરંત દોડી જઈ બંનેને સલામત બહાર કાઢ્યા હતાં. ગોધરાના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે વહેતી થતાં ગોન્દ્રાનો અને વ્હોરવાડ વિસ્તારને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. સુરતમાં એક ઇંચમાં સ્થિતિ બગડી, અમદાવાદના રસ્તાઓ પર પાણી-પાણી સુરતમાં માત્ર એક ઇંચ વરસાદમાં ઉધના-નવસારી રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વાહનોની લાંબી લાઈનો લાગતા ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસેલા વરસાદે શહેર આખું જળમગ્ન થયું હોય એવી સ્થિતિ સર્જી હતી. ઠેર-ઠેર રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. ભરૂચના કસક વિસ્તારમાં આંગણ એપાર્ટમેન્ટનો પાર્કિંગનો હિસ્સો ધસી પડતા 7થી 8 કાર ગટરમાં ખાબકી હતી. આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદે બોપલ-શેલાને ધમરોળ્યું, વરસાદ બંધ થયાના 4 કલાક બાદ પણ 55 વિસ્તારમાં પાણી
    Click here to Read More
    Previous Article
    Senior Pakistan Star Mohammad Rizwan Breaks Silence After 2-Hour Questioning In PCB's Investigation
    Next Article
    વાદીપરા કા રાજા મંડળના યુવાનોએ બનાવી શ્રીજી પ્રતિમા:30 દિવસની મહેનતથી સુરેન્દ્રનગર શહેરમાં તૈયાર કરાઈ 14 ફૂટ ઊંચી ગણેશજીની વિશાળ પ્રતિમા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment