Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 2.58 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ:કમિશન પર બેંક ખાતા આપનારા 3 શખ્સો સામે ગુનો, NCCRP પર 27 ફરિયાદ

    15 hours ago

    પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન નાણાકીય ઠગાઇ આચરતી ગેંગ સાથે મળીને કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ પૂરા પાડનારા 3 શખ્સો વિરૂદ્ધ રૂ. 25808769.48 ના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન અને છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ શહેર અને આસપાસના વિસ્તારમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગ સાથે મળીને આર્થિક ઠગાઇ કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર ભગવાનભાઇની ફરિયાદના આધારે વાંણા ગામના રહેવાસી બચુજી નાગરાજી ઠાકોર, પાટણની ગીતાજલી સોસાયટીના પાર્થપુરી પ્રવિણપુરી ગૌસ્વામી અને મહાદેવનગર સોસાયટીના આત્મારામ અમૃતભાઇ નાઇ સામે સંગઠિત ગુનાહિત કાવતરું રચવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ આરોપીઓએ પોતાના નામ પરના ભારતીય ઓવરસીઝ બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતાઓ તેમજ બેંક કિટ સાયબર ફ્રોડ આચરતા મળતિયાઓને આપ્યા હતા. તેના બદલામાં આરોપીઓ કમિશન મેળવતા હતા. 02/04/2025 થી 28/07/2026 ના સમયગાળા દરમિયાન આ એકાઉન્ટ્સ મારફતે ઓનલાઇન ઠગાઇ કરીને કુલ રૂ. 25808769.48 ની રકમના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કરી નાણાં સગેવગે કરવામાં આવ્યા હતા. ત્રણ બેંક ખાતાઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) ઉપર 27 જેટલી કમ્પ્લેન નોંધાયેલી મળી આવી હતી. આ મામલે પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 3(5), 61(2)(B), 317(2), 317(5), 318(4) અને આઇ.ટી. એમેન્ડમેન્ટ એક્ટ 2008 ની કલમ 66(D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    કર્મચારી શિક્ષણતીર્થ શાળાના વિદ્યાર્થીઓનો રમતોમાં ડંકો:વોર્ડ કક્ષાની રમતગમત સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે ઝોન કક્ષાએ રમશે
    Next Article
    Suvendu Adhikari: “तोलाबाजी और कटमनी नहीं होने दूंगा मैं”- शुभेंदु! Breaking| Bengal CM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment