Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    257 તાલુકામાં સૌથી વધુ મોરબીમાં 8.78 ઇંચ વરસાદ:મોરબીમાં ઘોડાપૂરમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યૂ; આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ

    1 day ago

    24 કલાકમાં 257 તાલુકામાં સૌથી વધુ મોરબીમાં 8.78 ઇંચ, ટંકારમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા 7, મોરબીના હળવદમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 25 તાલુકામાં 3થી 6 ઈંચ તો 102 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે. શનિવારે ખાબકેલા વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી. સૌથી વધુ મેઘરાજાએ મોરબી અને સુરેન્દ્રનગરને ધમરોળ્યું છે. સુરેન્દ્રનગરના લખતર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો હતો. વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમ અને ધ્રાંગધ્રાનું રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું. સુરતમાં ફરી ખાડીપૂરથી સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટમાં આજી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. નવસારી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, ઊંઝા, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. 2 ઓગસ્ટના રોજ 8 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ચાર સિસ્ટમ સક્રિય, બંદરો પર નંબર-3નું સિગ્નલ હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મીમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 1 ઓગસ્ટના વરસાદની પળેપળની અપડેટ રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    એક્ટર ધનુષના રાજકારણમાં પ્રવેશની અટકળો તેજ:CM વિજયના જ્યોતિષીએ કહ્યું- 2031માં વિજય અને ધનુષ વચ્ચે મુકાબલો થશે
    Next Article
    Multiple Dead, Several Injured In Shooting In US' Idaho, Gunman Among Dead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment