Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    254 પ્રમોટેડ PIને પોસ્ટિંગ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફેરફાર:મહેફિલ કાંડથી વિવાદમાં આવેલા PSI ચંદ્રકલાબાની અમદાવાદ ગ્રામ્યમાં અને 40થી વધુ PIને CID ક્રાઇમમાં મૂક્યા

    12 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિગ આપવામાં આવ્યા હતા. 254 જેટલા PIને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રમોશન બાદ પણ 13 મહિના સુધી એ જ જગ્યાએ ફરજ બજાવતા PIની બદલી કરવામાં આવી છે. પ્રમોશન પામેલા PIને પોસ્ટિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. જેની વચ્ચે આજે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે. પહેલાં પ્રમોશન હવે પોસ્ટિંગ રાજ્ય પોલીસ વડા દ્વારા જે બદલીઓ કરવામાં આવી છે તેમાં વર્ષ 2013 અને વર્ષ 2016ની બેચના પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. પ્રમોશન આપવામાં આવ્યા ત્યારબાદ પીઆઇને પોસ્ટિંગ આપવામાં આવ્યું નહોતું જે તે જિલ્લા અને શહેરમાં જ પીઆઇ તરીકે રાખવામાં આવ્યા હતા. પોલીસ વડા દ્વારા આજે પીઆઈ તરીકે સત્તાવાર રીતે તેમને જે તે જિલ્લા અને શહેરમાં પીઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી છે. મહેફિલ કાંડમાં PSI તરીકે વિવાદમાં આવેલા ચંદ્રકલાબા જાડેજાની અમદાવાદ ગ્રામ્યમાં નિમણૂંક અમદાવાદમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મહેફિલ કાંડમાં PSI તરીકે વિવાદમાં આવેલા ચંદ્રકલાબા જાડેજાની ઈન્ટેલિજન્સમાં બદલી કરવામાં આવી ત્યારબાદ તેઓ પી.આઈ તરીકે નિમણૂક પામ્યા હતા. ઇન્ટેલિજન્સમાંથી હવે તેમને પીઆઈ તરીકે અમદાવાદ ગ્રામ્યમાં પોસ્ટિંગ આપવામાં આવેલું છે. અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવેલા એચ.એમ. આહીરને CID ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે. CID ક્રાઇમમાં 40થી વધારે PIની નિમણૂક દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ માટે બનાવવામાં આવેલા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 17 પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. CID ક્રાઇમમાં પણ અલગ અલગ વિભાગો આવેલા છે જેમાં છેતરપિંડીથી લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચના પણ અલગ વિભાગો બનાવવામાં આવેલા છે ત્યારે CID ક્રાઇમમાં 40થી વધારે પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. 254માંથી 60થી વધુ પીઆઇને જે તે વિભાગોમાં પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે બાકીના પીઆઇને જે તે જિલ્લા અને શહેરમાં પીઆઇ તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવેલું છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | SC status on Dalit Christians: Why Chinthada Anand verdict isn’t the final word despite recent outcry
    Next Article
    Bangladesh Accident News | ઢાકામાં બસ નદીમાં પડી જતા 16 લોકોના નિપજ્યા મોત | Viral Video | Bus Fall

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment