Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં રૂ. 2.54 લાખનો દારૂ ઝડપાયો:ઝોઝ પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી દારૂના જથા સહિત બે આરોપીઓને પકડ્યા

    1 day ago

    છોટા ઉદેપુર તાલુકાના ઝોઝ પોલીસે લીંબાણી ગામ પાસેથી રૂ. 2,54,480/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝોઝ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક ટ્રેક્ટરમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લીંબાણી ગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, નંબર પ્લેટ વગરનું એક ટ્રેક્ટર ટ્રોલી સાથે આવતા તેને રોકવામાં આવ્યું હતું. પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીની તપાસ કરતા, તેની નીચે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 928 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 2,54,480/- આંકવામાં આવી છે. પોલીસે ટ્રેક્ટરમાં સવાર નિલેશ જુવાનસિંગ રાઠવા (રહે. ડોલર ફળિયા, કાકડપા, તા.જી. છોટા ઉદેપુર) અને નિહાગભાઈ કેશવભાઈ રાઠવા (રહે. કુવા ફળિયા, નાથપુરા, તા. ઘોઘંબા, તા. પંચમહાલ) ને ઝડપી પાડ્યા હતા. ઝોઝ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Helen Mirren movies you can’t miss out on
    Next Article
    દિવસે મજૂરી કરી રેકી કરી ચોરીને અંજામ આપતા:આજવા ચોકડી પાસે સરકારી સ્ટોરમાંથી રૂ.1.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો; કપુરાઈ પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment