Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.251ની ફી, ગૌસેવામાં રૂ.73 હજારનું અર્પણ:વેરાવળમાં ‘શ્રી દાંડિયા ક્લાસીસ–2026’ની અનોખી પહેલ; સમાજને ગૌસેવામાં જોડાવા અપીલ

    1 day ago

    શિક્ષણ સાથે સમાજસેવાનો સમન્વય સાધતી અનોખી પહેલ વેરાવળમાં જોવા મળી હતી. કક્કડ પરિવારના હાર્દિકભાઈ, મંથન અને મીતાબેન કક્કડ દ્વારા આયોજિત ‘શ્રી દાંડિયા ક્લાસીસ–2026’ના માધ્યમથી ગૌસેવા માટે કુલ રૂ.73,000નું દાન કરવામાં આવ્યું હતું. માત્ર રૂ.251ના રાહત દરે યોજાયેલા આ ક્લાસીસમાંથી પ્રાપ્ત થયેલી સમગ્ર આવક ગૌસેવા માટે અર્પણ કરવામાં આવતા આ પહેલની શહેરમાં પ્રશંસા થઈ રહી છે. કક્કડ પરિવાર દ્વારા આયોજિત દાંડિયા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને રાહત દરે જોડાવાની તક આપવામાં આવી હતી. ક્લાસીસના આયોજનનો હેતુ માત્ર દાંડિયાની તાલીમ પૂરતો મર્યાદિત ન રાખી, તેની સાથે સામાજિક સેવાનો સંદેશ જોડવાનો હતો. આ અભિગમ હેઠળ ક્લાસીસમાંથી મળેલી આવકમાંથી રૂ.73 હજારની રકમ વેરાવળની ત્રણ સ્થાનિક ગૌસેવા સંસ્થાઓને અર્પણ કરવામાં આવી હતી. જેમાં જય જાગનાથ ગૌસેવા મહિલા મંડળને રૂ.11,000, શ્રી રામ ગૌસેવા મંડળને રૂ.11,000 અને જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલને રૂ.51,000ની રકમ આપવામાં આવી હતી. ગૌસેવા સંસ્થાઓને આર્થિક સહાય મળતા ગૌમાતાની સેવા અને સારવારના કાર્યોને વધુ વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરતભાઈ ગોટેચા, કેવિન કાનાબાર, મહેન્દ્રભાઈ રાયઠઠ્ઠા, મહેશભાઈ રાજપોપટ, હિરેનભાઈ ઉનાડકટ, હિતેશભાઈ માંડવિયા, હરકિશનભાઈ સૂબા અને કેતનભાઈ કોટેચા સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રવિનાબેન ગોહેલ, રવિભાઈ ખખ્ખર, હરીશભાઈ કક્કડ અને ભરતભાઈ જોશી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, સમાજના સહયોગથી ગૌસેવા સહિતના સેવાકીય કાર્યોને વધુ મજબૂત બનાવી શકાય છે ગૌસેવા માત્ર વ્યક્તિગત જવાબદારી નહીં પરંતુ સામૂહિક જવાબદારી બની રહે તે માટે વધુમાં વધુ લોકો અને સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાભાવને એકસાથે જોડતી આ પહેલથી ‘દાનની સાથે સંસ્કાર’નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વેરાવળમાં દાંડિયા ક્લાસીસ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિની આવક ગૌસેવામાં વાપરવાની પહેલને સેવાભાવી વર્ગે આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા:વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 'આવી નવ નવ રાત્રિ રે...' અતુલ દાદાએ ગાતા જ થનગનાટ; યુનાઇટેડ વે ગરબાની પ્રિ-નવરાત્રીમાં 4 થીમ
    Next Article
    તિથલ રોડના ફ્લેટમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, 6 જુગારીની ધરપકડ:અમીધારા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 601માં ગંજીપાનાથી જુગાર, ₹2.53 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment