Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રોજગાર મેળો યોજાયો:251 યુવાનોને સ્થળ પર મળ્યું પ્લેસમેન્ટ; 19 કંપનીઓએ 1936 જગ્યાઓ માટે હાથ ધરી પ્રક્રિયા

    1 day ago

    ગોધરામાં ગ્રામીણ યુવાનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી એક ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કર્યું હતું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહીસાગરના સહયોગથી ગોધરા તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ ભરતીમેળામાં 251 યુવાનોને સ્થળ પર જ વિવિધ કંપનીઓમાં નોકરીનું પ્રાથમિક પ્લેસમેન્ટ મળ્યું હતું. 19 પ્રતિષ્ઠિત કંપનીઓ અને 4500 ઉમેદવારોને આમંત્રણ આ ઔદ્યોગિક ભરતીમેળામાં જે.એસ.ડબલ્યુ એમ.જી. મોટર્સ, હીરો મોટર્સ, અરવિંદ મિલ્સ, સી.આઈ.આઈ. (CII) તેમજ સીએટ ટાયર્સ સહિત દેશની 19 જેટલી નામાંકિત કંપનીઓએ કુલ 1936 જેટલી વિવિધ જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે ધોરણ 8, 10, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના આશરે 4500 ઉમેદવારોને આમંત્રિત કરાયા હતા, જેમાંથી 510 પુરુષ અને મહિલા ઉમેદવારો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સ્ક્રૂટિની અને ઇન્ટરવ્યુના અંતે 251 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. યુવાશક્તિ રાષ્ટ્રના વિકાસની સાચી તાકાત: જિલ્લા પંચાયત પ્રમુખ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે યુવાશક્તિ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની સાચી તાકાત છે. તેમણે ધારાસભ્યના આ પ્રયાસને બિરદાવી યુવાનોને સરકારી નોકરીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને સ્વરોજગાર યોજનાઓનો લાભ લઈ 'નોકરી શોધનાર' બનવાને બદલે 'નોકરી આપનાર' બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિમિષાબેનનો સંકલ્પ મોરવા (હડફ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, યુવાનોને યોગ્ય કૌશલ્ય આધારિત પ્લેસમેન્ટ મળે તે જ તેમની સાચી પ્રગતિ છે. પોતાના જન્મદિને યુવાનોના ચહેરા પર રોજગારીની ખુશી જોઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, પદાધિકારીઓ તેમજ રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ITRA જામનગરનાં પ્રો. ડૉ. સુશાંત સુદને યુજી શિક્ષક પુરસ્કાર મળ્યો:ભોપાલમાં LNCT યુનિવર્સિટીની ૮મી રાષ્ટ્રીય પરિષદ ATACON-2026 માં સન્માન
    Next Article
    Rain To Play Spoilsport In India vs Afghanistan 1st T20I? Delhi Weather Forecast Paints Gloomy Picture

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment