Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:251 કિલો માવાની કેક કાપી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા; 1 લાખ લોકો દર્શન કરે તેવી શક્યતા

    4 days ago

    આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. કેમ્પ હનુમાનના મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હનુમાન જયંતીની 251 કિલો માવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશા ટ્રસ્ટી મંડળ સભ્ય સરિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, જૂના વર્ષોના અનુભવ પરથી આ વર્ષે 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશા છે. મંદિર સવારે 6 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું છે. રાત્રે 12થી 12:15 સુધી દર્શન ખુલ્લા રાખવા માટે આર્મીની પરવાનગી લેવામાં આવી છે. સુંદરકાંડ પાઠ, ધજા અને મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારે 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ધજા ચડાવવામાં આવી હતી. સવારે 10:30 વાગ્યે શ્રી મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગ્યે થશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશે સાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. ભોજન અને પ્રસાદનું લગભગ 15 હજાર લોકો માટે ભંડારાનું આયોજન છે. 251 કિલો દૂધના માવાની કેક ધરાવવામાં આવશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભક્તોને વહેંચવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:ગત ટર્મના સૌથી યુવા કોર્પોરેટર પ્રતિભા દુબએ દાવેદારી નોંધાવી, હોટલમાં જેમ રાહ જોઇને બેઠા હોય એમ બેઠા દાવેદારો
    Next Article
    Stock Market LIVE Updates: Sensex Drops 1,300 Points As Markets Crash Over Trump's Latest Iran Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment