Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ

    11 hours ago

    હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટના મોરચે આવીનું ઉભ રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્યારે 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે. દેશના કુલ ઉત્પાદનમાં 55% સુરતનો સિંહફાળો હિસ્સો ભારતમાં સોલાર એનર્જી ક્ષેત્રે સુરત એક હબ તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. આ આંકડો દર્શાવે છે કે જો સુરતના ઉદ્યોગને આંચકો લાગે તો તેની અસર આખા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર પડી શકે છે. યુદ્ધને કારણે આ વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અત્યારે અનિશ્ચિતતાના વાદળો નીચે ઘેરાયેલી છે. સપ્લાય ચેઈન ખોરવાતા રો-મટીરિયલની અછત યુદ્ધની સૌથી મોટી અને તાત્કાલિક અસર સપ્લાય ચેઈન પર પડી છે. સોલાર પેનલ બનાવવા માટે જરૂરી મહત્તમ રો-મટીરિયલ ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, જેના કારણે કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો વૈશ્વિક અશાંતિને કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે વધીને 3,500 થી 4,000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાએ સુરતના મેન્યુફેક્ચરર્સની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડતા ઉત્પાદન ખર્ચમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને રૂપિયાનું અવમૂલ્યન સુરતના ઉદ્યોગકારો માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થયું છે. હાલમાં ડોલર 94-95 રૂપિયાની રેન્જમાં પહોંચી જતાં આયાત થતા રો-મટીરિયલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. 25,000 કરોડના ઓર્ડર અને 'ફિક્સ પ્રાઈસ'નો ફાંસો સુરતના સોલાર ઉદ્યોગ પાસે હાલમાં 25,000 કરોડના ઓર્ડર છે જે આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવાના છે. સૌથી મોટી મુસીબત એ છે કે આ ઓર્ડર 'ફિક્સ પ્રાઈસ' એટલે કે અગાઉ નક્કી કરેલા ભાવે લેવામાં આવ્યા છે. હવે કાચા માલ અને ટ્રાન્સપોર્ટના ભાવ વધવા છતાં, ગ્રાહકો જૂના ભાવે જ માલ માંગશે. આ પરિસ્થિતિમાં ઉત્પાદકોએ પોતાની ખિસ્સામાંથી નુકસાન ભોગવીને ઓર્ડર પૂરા કરવા પડશે. નફાને બદલે 20% નુકસાન વેઠવાની નોબત ઉદ્યોગપતિઓના મતે, વર્તમાન પરિસ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર બેસી રહી છે. લાખો-કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટમાં નફો થવાની આશા હતી, તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સુરતના નાના અને મધ્યમ કદના સોલાર એકમો માટે આ અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો સુરત માત્ર દેશમાં જ નહીં, પણ મિડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ સોલાર પેનલ્સ એક્સપોર્ટ કરે છે. યુદ્ધની સ્થિતિ પશ્ચિમી દેશોમાં વધુ ગંભીર હોવાથી ત્યાંની શિપિંગ લાઈન્સ અવેલેબલ નથી. જે શિપિંગ લાઈન્સ ચાલુ છે તે ખૂબ જ લેટ ચાલી રહી છે. ઉંચા શિપિંગ રેટને કારણે વિદેશી ગ્રાહકોને માલ મોકલવો હવે પરવડે તેમ નથી, જેના કારણે એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાના નવા ઓર્ડર પર 'બ્રેક' આગામી જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટે અત્યારથી જ ચિંતા ફેલાઈ ગઈ છે. ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ નવો ઓર્ડર ક્લોઝ થઈ રહ્યો નથી. ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઉત્પાદકો ઉંચા ભાવ વગર ઓર્ડર લેવા તૈયાર નથી. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચાર મહિનામાં સુરતની ફેક્ટરીઓ કેટલા ટકા ચાલશે અને શ્રમિકોને કામ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સુરતના અર્થતંત્ર પર મોટું જોખમ જો સોલાર ઉદ્યોગમાં આ મંદી લાંબી ચાલશે, તો તેની અસર સુરતના એકંદર અર્થતંત્ર પર જોવા મળશે. હજારો પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ વૈશ્વિક કટોકટીમાં તેમને કોઈ રાહત મળે અથવા ઇમ્પોર્ટ ડ્યુટી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવે. હાલમાં તો દરેકની નજર યુદ્ધના મેદાન પર છે, કારણ કે ત્યાં શાંતિ સ્થપાશે તો જ સુરતના કારખાનાઓમાં 'સોલાર' ચમક પાછી આવશે.
    Click here to Read More
    Previous Article
    Rohit Sharma is chilling and pulling: 15 kilos gone, captaincy anxieties gone this IPL
    Next Article
    Rain Prediction Gujarat | 29 અને 30 માર્ચના કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી | Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment