Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2500 મીટર રનવે, આધુનિક ટર્મિનલ અને ઉતરશે એરબસ 320:પાઈલટ ટ્રેનિંગ સેન્ટર'ને નિકાસ માટે કાર્ગો પ્લેનની સુવિધા, 2027 સુધીમાં 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટની બદલાશે તસવીર

    21 hours ago

    જૂનાગઢ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને નવાબી કાળના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત અને અભૂતપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે 363 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં અનેક નવી તકો ઊભી થશે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે દેશ-વિદેશમાં કારકિર્દી બનાવવા માટેના મોટા દ્વાર ખૂલી જશે. આ આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેશોદ એરપોર્ટની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મજબૂત બનશે અને પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે. મોટા એરક્રાફ્ટનું સરળતાથી લેન્ડિંગ થશે ​કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર રાજકપૂર મીનાએ જણાવ્યું હતું કે, અત્યારે કેશોદ એરપોર્ટ પર વર્તમાનમાં માત્ર ATR 72 પ્રકારના એરક્રાફ્ટ, જેને ટેકનિકલ ભાષામાં આપણે કોડ-3 એરક્રાફ્ટ પણ કહીએ છીએ, તેને જ લેન્ડિંગ કરવા માટેની મર્યાદિત ફેસિલીટી ઉપલબ્ધ છે. પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે જે નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, આ તમામ વિકાસ કાર્ય સંપૂર્ણપણે કમ્પ્લિટ થયા પછી કેશોદ એરપોર્ટની ક્ષમતામાં વ્યાપક વધારો થઈ જશે. આ એરપોર્ટ પર એરબસ 320 જેવા મોટા કદના પેસેન્જર એરક્રાફ્ટને પણ ખૂબ જ સરળતાથી લેન્ડ કરવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ જશે. હાલ સપ્તાહમાં ત્રણ દિવસ ફ્લાઈટ આવે છે ​વર્તમાન ફ્લાઈટ શિડ્યુલ અને ભાવિ સંભાવનાઓ અંગે રાજકપૂર મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના સમયે આ એરપોર્ટ પરથી માત્ર એલાયન્સ એરની ફ્લાઇટ ઓપરેટ થાય છે, જે ATR 72 ટાઇપની છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે જ કેશોદ આવે છે. આમ, ડિપાર્ચર અને અરાઇવલ (આગમન અને પ્રસ્થાન) બંને મળીને એક અઠવાડિયામાં ટોટલ 10 મુવમેન્ટ્સ થાય છે. પ્રતિષ્ઠિત એરલાઈન્સ ફ્લાઈટ શરૂ કરવા ઉત્સુક બનશે નવું એરપોર્ટ સંપૂર્ણપણે અપગ્રેડ થઈ ગયા પછી અહીંયા પાયલોટોની મદદ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS)ની એક નવી આધુનિક ટેકનોલોજી ફેસિલીટી આવી જશે, જેના કારણે પ્રતિકૂળ હવામાન કે ધુમ્મસમાં પણ વિમાનોનું સંચાલન થઈ શકશે. આ નવી સુવિધાને કારણે અમને એવી પૂરી અપેક્ષા છે કે દેશની ઘણી બધી પ્રતિષ્ઠિત એરલાઇન્સ કંપનીઓ આ એરપોર્ટ પર આવવા માટે ઉત્સુક રહેશે અને તેનાથી એર ટ્રાફિક ગ્રોથ વધી જશે. સોમાનાથ, ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક એરપોર્ટથી નજીક આ એરપોર્ટ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના લોકેશન પર આવેલું હોવાથી દેશ-વિદેશથી આવતા પર્યટકો અને યાત્રાળુઓ સીધી ફ્લાઇટ લઈને અહીંયા આવી શકશે. કારણ કે અહીંથી જગપ્રસિદ્ધ આધ્યાત્મિક કેન્દ્ર સોમનાથ મંદિર, સિંહ દર્શન માટેનું પ્રખ્યાત ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને પવિત્ર દ્વારકાપુરી જેવા પ્રવાસી સ્થળો નજીક છે. જેના કારણે ટૂરિસ્ટો માટે આવા તમામ ધાર્મિક અને પર્યટન ક્ષેત્રોની વિઝિટ કરવી અત્યંત સુગમ અને સરળ થઈ જશે. પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની મંજૂરી આ ઉપરાંત એરપોર્ટ ડાયરેક્ટરે સ્થાનિક રોજગારી અને એવિએશન સેક્ટર માટે એક સૌથી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરપોર્ટ પર હવે પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની દિશામાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે ઓથોરિટીએ કેટલીક એજન્સીઝને સત્તાવાર રીતે વર્ક એવોર્ડ કરી દીધું છે, જેથી આ એરપોર્ટ પરથી પાઈલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ ખૂબ જ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ સંસ્થાને પૂર્ણ રૂપે ધમધમતી થવામાં અને ટ્રેનિંગ શરૂ થવામાં કદાચ એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગી જશે, જે સ્થાનિક યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે. 2027 સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા:દેવા માલમ ​કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, કેશોદનું એરપોર્ટ એ રાજાશાહી સમયમાં પણ ધમધમતું ચાલતું હતું. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને બંને દેશ અલગ થયા, ત્યારે જૂનાગઢના નવાબ પણ આ જ કેશોદ એરપોર્ટ પરથી પ્લેનમાં બેસીને પાકિસ્તાન ગયા હતા. જે આ એરપોર્ટના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. વર્તમાન સરકારના આયોજન અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પર એક ભવ્ય કાર્ગો પ્લેન સબસ્ટેશન બને તે દિશામાં આયોજન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બનશે ત્યારે વર્ષ 2027માં આ સમગ્ર કામગીરી પૂરી થવાની શક્યતા છે. કાર્ગોની સુવિધાથી સ્થાનિક વેપારી, ખેડૂતોને આર્થિક ફાયદો થશે ​કાર્ગો સુવિધાના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને થનારા આર્થિક ફાયદાઓ અંગે ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, કેશોદ એરપોર્ટ પર કાર્ગો પ્લેનની સુવિધા શરૂ થવાથી સ્થાનિક પ્રજા માટે આ એક ખૂબ જ ઉજળી તક સાબિત થશે. કાર્ગો વ્યવસ્થાના માધ્યમથી અહીંની સ્થાનિક સહિતની અનેક ચીજવસ્તુઓ સીધી વિદેશમાં નિકાસ કરી શકાશે. ખાસ કરીને આ ક્ષેત્રમાંથી નારિયેળ, સ્વાદિષ્ટ ચીકુ, પ્રખ્યાત કેરી તેમજ દરિયાઈ પટ્ટી પરથી મળતી ખાદ્ય સામગ્રી અને અન્ય વાસ્તુઓ પણ આ એરપોર્ટથી સીધા વિદેશના બજારોમાં મોકલી શકાશે. વિશ્વમાં કેશોદનું નામ ગુંજતું થઈ જશે દેવાભાઈ માલમે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે મીટિંગમાં આવ્યા હતા, ત્યારે તેમણે જાહેરમાં કીધું હતું કે કેશોદને એક અદભુત ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાને એવી જબરજસ્ત ભેટ આપી છે કે અહીં કાર્ગો ટર્મિનલ શરૂ થતાં જ સમગ્ર વિશ્વમાં કેશોદનું નામ ગુંજતું થઈ જશે. કાર્ગો પ્લેન જ્યારે અહીંથી સીધા વિદેશ ઉડાન ભરશે ત્યારે વૈશ્વિક સ્તરે કેશોદની એક નવી ઓળખ ઊભી થશે. આપણા વડાપ્રધાનને આ વિસ્તાર પ્રત્યે ખૂબ જ લાગણી હોવાના કારણે તેમના વિશેષ કહેવાથી અને માર્ગદર્શનથી જ કેશોદને આ મહત્ત્વપૂર્ણ કાર્ગો પ્લેનની સુવિધા પ્રાપ્ત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    હિંદુસ્તાનની સૌથી ઊંચા ભાવની કેરી:સુદામા ફ્રૂટ કંપનીમાં જાપાનીઝ મૂળની 'મિયાઝાકી કેરી'નો એક નંગ ₹1700માં વેચાયો;પ્રાકૃતિક ખેતી માટે ગર્વ સમાન ઘટના
    Next Article
    Restricted injection in Dwarka | પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપ્યો | SOG Police | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment