Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 250 નવા પોલીસજવાનને NDRF તાલીમ:આપત્તિ સમયે જીવ બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી

    7 hours ago

    વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તાજેતરમાં ભરતી થયેલા આશરે 250 પોલીસ કોન્સ્ટેબલો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે અસરકારક રાહત અને બચાવ કામગીરી કરવાનો હતો. વડોદરાની NDRFની 6મી બટાલિયનના ઈન્સ્પેક્ટર વિજય કુમારના નેતૃત્વ હેઠળ આ તાલીમ આપવામાં આવી હતી. જેમાં આપત્તિ વ્યવસ્થાપન સાથે લોકોને જીવ બચાવવાની વિવિધ પ્રાયોગિક પદ્ધતિઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તાલીમ દરમિયાન પૂર, સુનામી, ભૂકંપ, આગ, ઔદ્યોગિક અકસ્માત અને માર્ગ અકસ્માત જેવી પરિસ્થિતિઓમાં પ્રાથમિક તબક્કે કેવી રીતે કામગીરી કરવી તેની વિગતવાર સમજણ અપાઈ. રાહત દળો સમયસર ન પહોંચી શકે તેવી સ્થિતિમાં થર્મોકોલ અને પ્લાસ્ટિકની બોટલ જેવી સરળ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને પાણીમાં ફસાયેલા લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેના પ્રેક્ટિકલ ડેમો પણ રજૂ કરાયા. માર્ગ અકસ્માતોમાં વધુ પડતા રક્તસ્રાવને કારણે થતા મૃત્યુ અટકાવવા માટે લોહી રોકવાની પદ્ધતિઓ, ઘાયલ વ્યક્તિને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની રીત અને પ્રાથમિક સારવાર અંગે પોલીસ જવાનોને તાલીમ અપાઈ. આ ઉપરાંત, હાર્ટ એટેકના કિસ્સામાં સમયસર CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપીને દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની પણ પ્રાયોગિક સમજ આપવામાં આવી. ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપતાં ઈન્સ્પેક્ટર વિજય કુમારે જણાવ્યું કે આગ દરમિયાન ધુમાડો ઉપરના ભાગમાં વધુ ફેલાતો હોવાથી, ગભરાટમાં દોડાદોડ કરવાને બદલે જમીનની નજીક રહીને સુરક્ષિત રીતે બહાર નીકળવું વધુ અસરકારક રહે છે. તાલીમમાં શોધ અને બચાવ કામગીરી, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર, આગથી બચાવ, ઔદ્યોગિક દુર્ઘટના સમયે સાવચેતી અને આપત્તિ સમયે ટીમવર્ક જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આવી તાલીમથી નવા પોલીસ જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ આપત્તિના સમયે લોકોના જીવ બચાવવામાં પણ વધુ સક્ષમ બનશે.
    Click here to Read More
    Previous Article
    કુલ 14 આરોપી પાસેથી 31 હથિયાર કબ્જે કરાયા:'વેપન કાર્ટેલ'માં મુખ્ય સહિત 3 સપ્લાયર વધુ 4 દિવસના રિમાન્ડ પર, આજે વધુ એક આરોપી 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
    Next Article
    फीफा फाइनल की रात दिल्ली में सुबह 4 बजे तक खुलेंगे कैफे-रेस्तरां; मेसी को लेकर CM रेखा गुप्ता का खास पोस्ट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment