Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ભાદરવો ભર'પૂર', એક જ દિવસમાં 250 તાલુકામાં વરસાદ:સૌરાષ્ટ્રના 7 સહિત 12 જિલ્લામાં 10 વાગ્યા સુધી રેડ એલર્ટ, ચારેકોર પાણી-પાણી છતા સરેરાશ 17% વરસાદની ઘટ

    19 hours ago

    રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુર અને આણંદના બોરસદમાં આશરે 6-6 ઈંચ અને વડોદરાના કારંજ, મહેસાણાના કડી અને અમદાવાદના ધોળકામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય 43 તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે, રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી અને જામનગર જિલ્લાઓમાં કલાકના 15 મીમીથી વધુના ભારે વરસાદ સાથે 41 થી 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 60%થી વધુ શક્યતા સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નાગરા હવેલીમાં મધ્યમ વરસાદ 5-15 મીમી/કલાક અને વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાવાની શક્યતાને પગલે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે. બપોરબાદ રાજકોટ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. રાજ્યના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    જિનપિંગ મોદીના ગાલા ડિનરમાં કેમ ન ગયા?:અરૂણાચલ મુદ્દે પેચ ફસાયો; ઈરાનના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચતાં નેતન્યાહૂના પેટમાં તેલ રેડાયું
    Next Article
    સુરત બાદ વડોદરામાં કાર્યવાહી:સમરસ હોસ્ટેલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહીની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment