Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસીસથી સ્કોલરશીપ કાંડનો માસ્ટર માઇન્ડ દર્શન મેસવાણિયા:મેંદરડામાં કોમ્પ્યુટર ક્લાસીસથી શરૂઆત કરનાર દર્શન મેસવાણીયાએ જૂનાગઢ આવી ઉભું કર્યું છેતરપિંડીનું સામ્રાજ્ય;250 થી વધુ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા,44 દિવસમાં બે વખત મળી શિષ્યવૃતિ

    14 hours ago

    ​જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ચેટ, કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ, ડીવીઆર તેમજ જપ્ત કરાયેલા દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને પગલે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને યુનિવર્સિટી-કોલેજોના વહીવટકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ​આ કૌભાંડની ભૂતકાળની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી દર્શન મેસવાણીયા જોષીપરા વિસ્તારમાં 'ગુજરાત એજ્યુકેશન' નામની ઓફિસ ચલાવીને વિદ્યાર્થીઓને કોલેજે ગયા વગર જ સીધી ડિગ્રી આપવાની લાલચ આપતો હતો. ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ હેઠળ એમએસડબલ્યુ, બીબીએ અને ફેશન ડિઝાઈનિંગ જેવા કોર્સમાં ફ્રી અભ્યાસની જાળમાં ફસાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક દસ્તાવેજો જપ્ત કરી, તેમના નામે ફીનો પેમેન્ટ બેંકમાં ખાતા ખોલાવીને એટીએમ, સિમકાર્ડ અને બેંક કિટ્સ આરોપી પોતે જ રાખી લેતો હતો. સરકાર દ્વારા જમા થતી સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની જાણ બહાર બારોબાર ઉપાડી લેવાતી હતી, જેમાં પ્રાથમિક તબક્કે ૨૧ વિદ્યાર્થીઓના 24.44 લાખમાંથી 11.06 લાખ રૂપિયાથી વધુની ઉચાપત સામે આવી હતી અને પોલીસે દરોડા દરમિયાન 110 સિમકાર્ડ કવર, 149 બેંક કિટ તથા 9 મોબાઈલ જપ્ત કર્યા હતા. ત્યારે દિવ્ય ભાસ્કરને જે 21 વિદ્યાર્થીઓ સાથે સુતરપિંડી આચરવામાં આવી છે અને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાંથી બે વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિના મેસેજ તેના મોબાઇલમાં આવ્યા હતા તેના સ્ક્રીનશોટ મળ્યા છે જેમાં તારીખ 11-05-2026 ના રૂ. 65,200 ની રકમ DBT/DBTL transaction દ્વારા જમા થયેલી જમા થયા છે. અને તા.24-06-2026 ના રોજ રૂ. 97,799 POSTMATRIC SCHOLARSH યોજના અંતર્ગત જમા થયા છે. જ્યારે 44 દિવસમાં એક જ ખાતામાં બે વખત અલગ અલગ રકમની શિષ્યવૃતિ જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ​તો પોલીસ રિમાન્ડ દરમિયાન થયેલી આજની કડક પૂછપરછમાં આરોપી દર્શન મેસવાણીયાની ગુનાહિત કારકિર્દી અંગે ડી ડિવિઝન પીઆઇડીના ઘરે જણાવ્યું હતું કે આરોપીએ 2018માં મેંદરડા ખાતે 'આશાપુરા કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન ક્લાસીસ'ની શરૂઆત કરી હતી, જ્યાં તે જવાહર નવોદય, પર્સનલ ટ્યુશન, સીસીસી, ટેલી અને પીજીડીસીએ જેવા અનેક કોમ્પ્યુટર કોર્સ ચલાવતો હતો અને બહેનો માટે 25 ટકા ફી માફીની જાહેરાતો આપતો હતો. 2021માં જૂનાગઢ આવી તેણે જોશીપરામાં 'ગુજરાત એજ્યુકેશન' શરૂ કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાનું કામ હાથમાં લીધું. કોરોના કાળમાં ધંધો ઠપ્પ થતાં તેની શેતાની ખોપડીમાં શિક્ષણના વેપલાનો વિચાર આવ્યો, અને દર્શન અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો જેના પછી તેણે ફીનો પેમેન્ટ બેંક અને સિમકાર્ડની ફ્રેન્ચાઇઝી લઈને આખું ગોરખધંધાનું નેટવર્ક ગોઠવ્યું હતું. ​દર્શન મેસવાણિયાએ ગામડે ગામડે માર્કેટિંગ કરી અને વિદ્યાર્થીઓને લાવનારા એજન્ટોને કમિશન આપી દર્શને છેતરપિંડીનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં હાલ 250 થી વધુ વિદ્યાર્થીઓના શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. તેણે સેંકડો વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર સીધી જ પરીક્ષા પાસ કરી ડિગ્રી આપ્યાની લાલચ આપી એડમિશન કરાવ્યા છે. ખાસ કરીને SC,ST વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ બારોબાર હડપ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આવતીકાલે આરોપી દર્શનના રિમાન્ડ પૂરા થતા હોવાથી પોલીસ દ્વારા હજુ વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે તેના પુનઃ રિમાન્ડ મેળવવા કોર્ટમાં માંગણી કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં કઈ કઈ કોલેજો અને યુનિવર્સિટીઓની મિલિભગત હતી તે અંગે પણ મોટા પર્દાફાશ થવાની પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    अल्मोड़ा की शांत वादियों में विराजमान हैं बाल भोलेनाथ, CM धामी ने बताया श्री जागेश्वर महादेव मंदिर का पौराणिक इतिहास
    Next Article
    Gwyneth Paltrow Shares Her One-Pan Breakfast With Eggs And Greens

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment