Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ઓક્શન યોજાઈ:250થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી, 12 જૂનથી શરૂ થશે ટુર્નામેન્ટ

    1 day ago

    ગોધરા શહેરમાં આગામી 12 જૂનના રોજ યોજાનારી કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયા સંપન્ન થઈ છે. ગોધરા-વડોદરા હાઇવે પર આવેલી એક ખાનગી હોટેલ ખાતે આ ભવ્ય ઓક્શનનું આયોજન કરાયું હતું. આ ઓક્શન કાર્યક્રમમાં 250થી વધુ ખેલાડીઓએ પોતાની નોંધણી કરાવી હતી. ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેના માટે ખેલાડીઓની પસંદગી અને ઓક્શન પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગોધરાના જાણીતા ક્રિકેટર સલમાન હુરી અને સુલેમાન યાયમન દ્વારા કરવામાં આવ્યું છે. ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયાની જવાબદારી આસિફભાઈ વસકાએ નિભાવી હતી. ઓક્શન દરમિયાન ખેલાડીઓ, ટીમ માલિકો તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આ ટુર્નામેન્ટ કોમી એકતા, ભાઈચારો અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજવામાં આવી રહી છે. આવતી 12 જૂનના રોજ શરૂ થનારી આ ટુર્નામેન્ટને લઈને ક્રિકેટરસિકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લિફ્ટ લોક થતાં 7 વર્ષના બાળક સહિત 6 લોકો ફસાયા:વેસુના ગેલોપિન કોમ્પ્લેક્સની લિફ્ટમાં 45 મિનિટ સુધી ફસાયા, મોબાઈલ નેટવર્ક કપાયું; ફાયરબ્રિગેડે દરવાજો તોડી બહાર કાઢ્યા
    Next Article
    Women Break Centuries-Old Barrier, Lead Aarti At Jammu Temple

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment