Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બે સપ્તાહ બાદ વરસાદ, સરસ્વતીમાં 25 mm:ઉકળાટ શમ્યો, સુકાતા પાકને નવજીવન મળ્યું, ખેડૂતોમાં ખુશી

    1 day ago

    પાટણ જિલ્લામાં બે સપ્તાહના લાંબા વિરામ બાદ મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો. પાટણ શહેર, સરસ્વતી, હારીજ, સમી અને ચાણસ્મા પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે. રાત્રિ દરમિયાન નોંધાયેલા આંકડા મુજબ, સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 25 mm વરસાદ નોંધાયો હતો. પાટણ શહેરમાં 17 mm, સમીમાં 4 mm, હારીજમાં 2 mm અને ચાણસ્મામાં 1 mm વરસાદ નોંધાયો હતો. શરૂઆતના વરસાદ બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાતા જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત હતા કારણ કે વાવેતર કરેલો પાક સુકાવાની અણી પર હતો. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે સમગ્ર પંથકના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો દ્વારા વાવેલા કપાસ સહિતના ઊભા પાકને પાણી મળતા પાકને નુકસાન થતું અટક્યું છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ધરતીપુત્રોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખાડિયામાં ભક્તોનું ઘોડાપૂર, હાથી ઢાળની પોળથી પસાર થયા:ટ્રકો વૈશ્ય સભા તરફ આગળ વધ્યા; ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ
    Next Article
    Entire Argentina Team Likely To Be Sanctioned For Display Of 'Political Banner'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment