Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 25 હેક્ટરમાં GIDCને મંજૂરી:શેડુભાર નજીક ઉદ્યોગોથી રોજગારીની મોટી તકો સર્જાશે

    17 hours ago

    અમરેલી પંથકમાં લાંબા સમયથી ઉદ્યોગોના અભાવે રોજગારીની સમસ્યા હતી, જેને લઈને સ્થાનિક ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, રાજ્ય સરકારે અમરેલી તાલુકાના શેડુભાર ગામ નજીક 25 હેક્ટર (લગભગ 100 વીઘા) જમીનમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) સ્થાપવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે અને આગામી સમયમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયાસોથી મુખ્યમંત્રી દ્વારા આ GIDCને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં શેડુભાર નજીકની આ સરકારી જમીન પર બાવળની ઝાડીઓ છે, પરંતુ આગામી દિવસોમાં અહીં GIDC આકાર લેશે. GIDC એટલે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, જેની સ્થાપના 1962માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ રાજ્યમાં ઉદ્યોગો માટે જરૂરી જમીન, રસ્તા, વીજળી, પાણી, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. GIDC ઔદ્યોગિક એસ્ટેટ વિકસાવે છે જ્યાં વિવિધ પ્રકારની ફેક્ટરીઓ અને ઉદ્યોગો સ્થાપિત થઈ શકે છે. GIDC આવવાથી વિસ્તારમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે. સ્થાનિક યુવાનોને ફેક્ટરીઓમાં નોકરીની તકો મળશે, ઉપરાંત સુરક્ષા, ડ્રાઇવિંગ, હાઉસકીપિંગ અને મેન્ટેનન્સ જેવી સેવાઓમાં પણ રોજગાર વધશે. ચા-નાસ્તાની દુકાનો, હોટલ, ટ્રાન્સપોર્ટ, ગેરેજ, હાર્ડવેર અને સ્ટેશનરી જેવા નાના વેપારોને પણ પ્રોત્સાહન મળશે. ઉદ્યોગોના વિકાસને કારણે રસ્તા, વીજળી, પાણી અને અન્ય જાહેર સુવિધાઓનો પણ ઝડપી વિકાસ થશે, જેનો લાભ સ્થાનિક લોકોને પણ મળશે. GIDCની આસપાસની જમીન અને મિલકતોની માગ વધવાથી તેમની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. સ્થાનિક સ્તરે રોજગારી મળવાથી યુવાનોનું મહાનગરો તરફ સ્થળાંતર ઘટશે. આ ઉપરાંત, મુખ્ય ઉદ્યોગોની સાથે પેકેજિંગ, મશીન રિપેરિંગ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ જેવા સહાયક ઉદ્યોગો પણ વિકસશે. ઉદ્યોગો દ્વારા સરકારને ટેક્સ અને અન્ય આવકમાં વધારો થશે, જેનાથી વિકાસના વધુ કાર્યો શક્ય બનશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. વેપારીઓ સ્થાનિક લોકો શુ કહે છે? અમરેલી શહેરના વેપારી દિનેશભાઈ ભુવાએ જણાવ્યું કે, અમરેલીમા જીઆઇડીસીની નવી શેડુભાર ખાતે જાહેરાત થઈ છે એની ખૂબ જ અમને આનંદ છે. બહોળી સંખ્યામાં રોજગાર મળે એના માટેની આ એક સુવર્ણ ઉપલબ્ધિ છે કે, જે અહીંયા અમરેલી માટે જે રોજગાર મળી શકે. વધુમાં લોકોને જીઆઇડીસી થવાથી નાના-મોટા ઉદ્યોગો વિકસિત થાશે અને અમરેલીમા સ્થળાંતર ખૂબ રોકાશે અને બહારથી પણ લોકો અહીંયા આવવા માટે પ્રયાસ કરશે અને સાથે સાથે નાના-મોટા રોજગારો છે, હોટલો, રેસ્ટોરન્ટો, ખેતીવાડીઓના લગતા કે અનેક લોકો જે આની સાથે આ ઉદ્યોગ થશે અને એને લીધે એ લોકોને પણ ફાયદો થશે કે અમરેલીમા રોજગાર વધશે અને ધંધો પણ વધશે. તો આ જાહેરાતથી, નવી જીઆઇડીસી જાહેરાતથી અમરેલીનો વિકાસ ખૂબ સરસ થાશે અને અમરેલી જિલ્લો ખૂબ પ્રગતિ થશે. સ્થાનિક વિઠ્ઠલભાઈ ગજેરાએ જણાવ્યું કે, અમારે અહીંયા દોઢસો વીઘા ઉપર જીઆઇડીસી સરકારમાંથી કેબિનેટમાં મંજૂરી મળી છે. આ વિસ્તારમાં જીઆઇડીસી થવાથી નાના-મોટા ઉદ્યોગો અહીંયા સ્થાપવામાં આવશે તેમજ આ વિસ્તારમાં રોજગારી પણ સારી રીતે ઊભી થશે અને આ આપણે જિલ્લામાં તેમજ આ આજુબાજુના વિસ્તારમાં જમીનના પણ સારા ભાવ મળશે. તેમજ આ ખૂબ ખૂબ આ વિસ્તારને લાભ થશે. એવો આ રાજ્યના મુખ્યમંત્રી સહિતનો આભાર જે લોકો અહીંથી આ વિસ્તારમાં પાણી તેમજ ઉદ્યોગ ન હોવાથી લોકો સુરત, અમદાવાદ જે ગ્યા'તા, હવે ઈ લોકો ઘણા પણ ઉદ્યોગના હિસાબે અહીંયા આવશે અને નવા લોકો જાતા અહીંથી અટકશે તેથી આ વિસ્તારને ધમધમતો વિસ્તાર થશે.
    Click here to Read More
    Previous Article
    પેટીએમનો શેર દિવસના ઉપલા સ્તરથી 5% ઘટ્યો:બોનસ શેરનો પ્લાન ટળ્યો; પ્રથમ ક્વાર્ટરમાં નફો 79% વધીને ₹220 કરોડ રહ્યો
    Next Article
    5માં માળેથી આપઘાતનો પ્રયાસ કરતી મહિલાનો લાઇવ VIDEO:વડોદરામાં સ્થાનિકોએ પકડીને જીવ બચાવ્યો, મહિલાને કાઉન્સિલિંગ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment