Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાપા યાર્ડમાં એક જ દિવસમાં 25 હજાર ગુણી મગફળીની આવક:બે દિવસ નવી આવક બંધ રખાશે;9 નંબરની મગફળીનો ભાવ ₹2,775 સુધી પહોંચ્યો

    3 दिन पहले

    લાભ પાંચમ બાદ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. એક જ દિવસમાં આશરે 350 વાહનોમાં 25 હજારથી વધુ ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીની વધુ આવક થવાને પગલે યાર્ડ પ્રશાસન દ્વારા આગામી 2 દિવસ માટે નવી આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરાજી પૂરી થયા બાદ જ નવી આવક શરૂ થશે હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ ઉતારવામાં આવેલી મગફળીની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે યાર્ડમાં આવેલી મગફળીની હરાજી પૂરી થયા બાદ જ નવી આવક ફરી શરૂ કરવામાં આવશે. 9 નંબરની મગફળીનો ભાવ ₹2,775 સુધી પહોંચ્યો ચાલુ સિઝનમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે 9 નંબરની મગફળીનો ભાવ ₹2,775 સુધી પહોંચ્યો છે, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ હોવાનું જાણવા મળ્યું છે. તમિલનાડુના વેપારીઓ ખાદ્યતેલ માટે મગફળી ખરીદવા હાપા યાર્ડમાં આવી રહ્યા હોવાથી બજારમાં માંગ જોવા મળી રહી છે. 6 નંબરની મગફળીના ભાવ ₹2,400થી વધુ બોલાયા યાર્ડમાં 6 નંબરની મગફળીના ભાવ પણ ₹2,400થી વધુ બોલાઈ રહ્યા છે. ઓછા વરસાદ અને ઉત્પાદનમાં થયેલા ઘટાડા વચ્ચે બજારમાં મગફળીના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વંથલીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો:વન વિભાગ અને શુ ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી
    Next Article
    Jammu & Kashmir Encounter | જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ ભટ ઠાર | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment