Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેર ઝોનના અનેક વિસ્તારોમાં 25મીએ ગુરુવારે સાંજે પાણી કાપ:મુખ્ય પાઇપલાઇન બદલવાની કામગીરીને કારણે 55થી વધુ સોસાયટીઓના 4 લાખ લોકોને અસર થશે

    4 days ago

    સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા જોગાણીનગર જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકીના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હેઠળના વિસ્તારોમાં આગામી 25મી ગુરુવારના રોજ પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણીની મુખ્ય લાઈન બદલવાની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ગુરુવારે સાંજના સમયે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ છે. લીકેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી લાઇન મળતી વિગતો મુજબ, અડાજણના પટેલ પાર્ક એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન નળીકા પર વારંવાર લીકેજ થવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા હયાત ડી.આઈ.સી.એલ. નળીકાના સ્થાને નવી મજબૂત એમ.એસ. નળીકા નાંખવાની કામગીરી ગુરુવારે હાથ ધરવામાં આવશે. જેને કારણે ગુરુવારે સાંજે 5.30 થી 8.50 વાગ્યા સુધીના સમયગાળામાં વિસ્તારોમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, જેનાથી 55થી વધુ સોસાયટીઓના આશરે 4 લાખ લોકોને અસર થશે. પાણી કાપથી પ્રભાવિત થનારા મુખ્ય વિસ્તારો આ કામગીરીને લીધે શહેરના ચાર મુખ્ય વિભાગોમાં પાણી પુરવઠો ખોરવાશે. જેમાં વિભાગ (A) ના શાશ્વત કોમ્પ્લેક્ષ, વસંત વિહાર અને શુભમ પાર્ક, વિભાગ (B) ના રામકુટીર, ગોવર્ધન પાર્ક અને અક્ષરધામ સોસાયટી, વિભાગ (C) ના માતૃ છાયા, આશાનગર, કંકુનગર અને વેસ્ટર્ન વીલા તેમજ વિભાગ (D) ના મેરૂલક્ષમી સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુમન સંધ્યા આવાસ, રોયલ હેરીટેજ અને કોઝ-વે ની આસપાસ આવેલી તમામ સોસાયટીઓનો સમાવેશ થાય છે. રાંદેર ગામતળમાં લો-પ્રેશરની સંભાવના મુખ્ય પાઇપલાઇન બદલવાની આ મરામત કામગીરીને કારણે માત્ર અડાજણ જ નહીં, પરંતુ રાંદેર ગામતળ તથા તેની આસપાસની સોસાયટીઓ અને લાગુ વિસ્તારોને પણ અસર થશે. ગુરુવારે સાંજના સમયે આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખૂબ જ ઓછા પ્રેશરથી, ખૂબ ઓછી માત્રામાં અથવા તો નહીંવત મળવાની શક્યતા રહેશે. પાલિકા પ્રશાસને લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને પૂરતો જથ્થો અગાઉથી ભરી રાખવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    હોકી પ્રો લીગ- ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું:અભિષેક, નીલકાંત, સુખજીત અને રાજિંદરે ગોલ કર્યા; ટીમ 10 વર્ષથી PAK સામે હારી નથી
    Next Article
    Police Dog Mary Helps Crack Case Of 6-Year-Old Girl's Sexual Assault In UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment