Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છમાં મોંઘુદાટ શિક્ષણ, 25 હજારથી 4.50 લાખ સુધીની ફી:કોંગ્રેસ પ્રવક્તાએ વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં, કહ્યું-'FRC એ ખાનગી સ્કૂલો માટે ફી લૂંટવાનું સરકારી લાયસન્સ'

    1 day ago

    સૌરાષ્ટ્ર - કચ્છમાં શિક્ષણ એટલું મોંઘુ બની ગયું છે કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વાલીઓને ખરા અર્થમાં પેટે પાટા બાંધવા પડે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયંત્રણ માટે વર્ષ 2017માં FRC (ફી રેગ્યુલેશન કમિટી) નો કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રાથમિકની વાર્ષિક શૈક્ષણિક ફી ₹15,000, માધ્યમિકની ₹25,000 અને ઉચ્ચતર માધ્યમિકની ₹30,000 રાખવાનું નક્કી કરાયું. જે માટે ગુજરાતના 4 ઝોનમાં એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિવૃત જજની અધ્યક્ષતામાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી. જે કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી ફી સ્કૂલો વસૂલી શકે તેવો નિયમ બનાવવામાં આવે. જો કે વર્તમાન સમયમાં ફી નિયંત્રણ માટેનો કાયદો અસ્તિત્વમાં ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ એ શિક્ષણનું હબ છે ત્યારે અહીં સર્વાધિક વાર્ષિક શૈક્ષણિક ફી સાડા ચાર લાખથી પણ વધુ છે. જેમાં રાજકોટની મોદી સ્કૂલની ફી શૈક્ષણિક ક્ષત્ર શરૂ થયાને ત્રણ માસ બાદ નક્કી કરવામાં આવતા વાલીઓમાં આચાર્ય જનમ્યું છે. જ્યારે ભાવનગરમાં દોઢ લાખ, જામનગરમાં સવા લાખ, મોરબી અને ગીર સોમનાથમાં એક લાખથી વધુ તો જૂનાગઢમાં 90,000 જેટલી વાર્ષિક ફી વસૂલવામાં આવે છે. FRCના કાયદાને કારણે વાલીઓ વધતી ફી અંગે પરેશાની ભોગવવા છતાં શાળાઓ સામે વિરોધ કરી શકતા નથી. જોકે આ વચ્ચે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા એવું જાહેર કરાયું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈપણ સ્કૂલના વાલીઓ વધતી ફી અંગે પરેશાન હોય તો તેઓ તેને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ વાલીઓની સાથે રહી સ્કૂલ સામે લડત ચલાવશે અને અનિયંત્રિત ફી નિયંત્રણમાં આવે તે માટેના વિરોધ પ્રદર્શનરૂપ કાર્યક્રમો પણ આપશે. સાથે જ રોહિત રાજપૂતે કહ્યું કે- FRC એ ખાનગી સ્કૂલો માટે ફી લૂંટવાનું સરકારી લાયસન્સ બની બેઠી છે. મોદી સ્કૂલની ફી માં ₹1,000થી ₹11,000 સુધીનો અધધ વધારો ! રાજકોટ શહેરમાં નામાંકિત મોદી સ્કૂલની વી. જે. મોદી અને પી.વી.મોદી સહિત 5 બ્રાન્ચ કાર્યરત છે. અહીં અંદાજે 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે. જો કે આ સ્કૂલમાં વાર્ષિક ફી સત્ર શરૂ થયાના 3 માસ બાદ ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 12ની સરેરાશ વાર્ષિક ફી ₹42,100થી ₹1,68,900 નક્કી કરવામાં આવી છે. જે FRC 2017ના કાયદા મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અનુક્રમે ₹15,000, ₹25,000 અને ₹27,000થી પાંચ ગણી વધુ છે. આ સ્કૂલના સંચાલકોને અગાઉ ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી મંજૂર ન હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. જો કે ત્યાં કેસની સુનાવણી બાદ સ્કૂલને સાંભળવા રાજકોટ FRC સમક્ષ મોકલવામાં આવ્યા બાદ ફીનુ નિર્ધારણ થતા મોડુ થઈ ગયું. FRC દ્વારા વર્ષ 2026-27, 2027-28 અને 2028-29 માટેની ફી જાહેર કરવામાં આવી છે. ધોળકિયા સ્કૂલમાં સાયન્સની ફી મા 2 વર્ષમાં ₹11,000 નો વધારો શહેરની કે. જી.ધોળકિયા સ્કૂલની અંગ્રેજી માધ્યમમાં ગુજરાત બોર્ડમાં ધોરણ 11 અને 12 સાયન્સની વાર્ષિક ફી ₹1,15,000 છે. જ્યાં બે વર્ષમાં ફીમાં ₹11,000નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે વર્ષ 2024- 25માં આ સ્કૂલની ફી ₹1,04,260 હતી જે વર્ષ 2025- 26માં ₹1,09,500 થઈ અને ચાલુ વર્ષે ફીમાં ₹6,000નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 11-12 સાયન્સ અંગ્રેજી માધ્યમમાં CBSE બોર્ડની ફીમાં 2 વર્ષમાં ₹11,000 નો વધારો કરી નાખવામાં આવ્યો છે. અહીં વર્ષ 2024-25માં ફી ₹1,10,250 હતી. જે વર્ષ 2025-26માં ₹1,15,800 થઈ તો વર્ષ 2026- 27માં વધીને ₹1,21,600 કરી નાખવામાં આવી. અહીં પણ 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે. 'સૌરાષ્ટ્ર ઝોન 5,000થી વધુ સ્કૂલની ફી નિયંત્રિત કરે છે' સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફી ઉપર અંકુશ અને નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટી રચી હતી. સૌરાષ્ટ્ર ઝોનની કચેરી અંદાજિત 5,000થી વધુ સ્કૂલોની ફી નિયંત્રિત કરે છે. વર્ષ 2017માં FRC નો રાજ્ય સરકાર કાયદો લાવી ત્યારે તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓની વાર્ષિક ફી અનુક્રમે ₹15,000, ₹25,000 અને ₹30,000 નક્કી કરવામાં આવી હતી. 'FRC આવતા કોઈ વાલીઓ વિરોધ કરી શકતા નથી' વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ખાનગી સ્કૂલોની વાર્ષિક ₹50 હજારથી લઈને પોણા પાંચ લાખ સુધી પહોંચી ગઈ છે. ખાનગી સ્કૂલોને વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવા માટેનું સરકારી લાયસન્સ મળી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી FRC કમિટી ઉપર અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અગાઉ દર વર્ષે 10% સુધીનો ફી વધારો થતો જ હતો પરંતુ હવે FRC આવતા કોઈ વિદ્યાર્થીઓ કે વાલીઓ વિરોધ કરી શકતા નથી. 'વાલીઓની સાથે ધરણા પર બેસશું અને લડત પણ ચલાવશું' રોહિત રાજપૂતે કહ્યું કે, ખૂબ જ દુઃખદ બાબત છે કે આવી મોંઘવારી, મંદી, બેરોજગારીની અંદર વાલીઓ પોતાના બાળકની ફી ભરી શકતા નથી. હું સૌરાષ્ટ્રના દરેક વાલીઓને કહું છું કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે અને એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે હું સૌરાષ્ટ્રની કોઈ પણ સ્કૂલોમાં 10%થી વધુ ફીનો વધારો થશે અને સ્કૂલોની અંદર વાલીઓ વિરોધ કરશે તો અમે બધા વાલીઓની સાથે પડખે છીએ. સૌરાષ્ટ્રની કોઈપણ શાળામાં થતા ફી વધારાને લઈને વાલીઓને કોઈ મુશ્કેલી હોય તો તેઓ મારા હેલ્પલાઇન નંબર 7016837652 પર ફોન કરી શકે છે. અમે વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે ધરણા પર બેસશું અને લડત પણ ચલાવશું. વાલીઓ માટે FRC એ બોજરૂપ બની છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ FRC કમિટીને દૂર કરી દેવી જોઈએ. આ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે. સ્કૂલોના સંચાલકો વાલીઓને લૂંટે છે એટલે FRC એ માત્ર દેખાડા પૂરતી છે અને જેનું કોઈ હવે અસ્તિત્વ રહ્યું નથી.સૌરાષ્ટ્રના કોઈ પણ ખાનગી સ્કૂલનો વાલી અથવા તો વિદ્યાર્થી એમને પોતાની સ્કૂલમાં ફી વધારાથી અસંતોષ હોય અને જો વાલીઓ લડત કરવા માંગતા હોય તો હું સૌરાષ્ટ્રની દરેક સ્કૂલોએ જઈશ અને અમારા કોંગ્રેસ પ્રક્ષના પ્રતિનિધિ તરીકે અમારી ટીમ વિદ્યાર્થીઓ અને વાલીઓની પડખે ઉભા રહેશે અને જેટલા દિવસનું આંદોલન કે ધરણા કરશે અમે એની સાથે રહેશું.
    Click here to Read More
    Previous Article
    'તમારા શત્રુઓ ચિરંજીવી રહે!':સંતે રાજાને આપ્યું વરદાન કે શ્રાપ? પ્રેરક કથામાંથી જાણો શા માટે વિરોધીઓનું હોવું પણ સફળતા માટે જરૂરી
    Next Article
    "How Good You Are On Paper Hardly Matters": Dhoni On How RCB Have Surpassed CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment