Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:18 નવા ચહેરાઓને તક, 7ને રિપિટ કરાયા

    10 hours ago

    ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ-અલગ વોર્ડ માટે કુલ 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં 7 ઉમેદવારનો રિપીટ કરવામાં આવ્યા અને 18 નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ શહેર કોગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 1 નામ, વોર્ડ નંબર 3માંથી 1 નામ, વોર્ડ નંબર 4 માંથી 2 નામ, વોર્ડ નંબર 5 માંથી 3 નામ, વોર્ડ નંબર 7 માંથી 2 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામો, વોર્ડ નંબર 10 માંથી 2 નામ તથા વોર્ડ નંબર 12 માંથી 3 નામ વોર્ડ નંબર 13 માંથી 3 નામો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ નામની યાદી જાહેર કરવામાં આવી જેમાં ભાવનગર મહાનગર પાલિકાના 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 25 પૈકી 7 ઉમેદવારો જેમાં જયદીપસિંહ ગોહિલ, ભૂમિબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, ભરતભાઇ બુધેલીયા, જસુબેન બારૈયા, શબાનાબેન ખોખર ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 18 નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ મનપાના ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ શહેર કોગ્રેસ દ્વારા આજરોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ વોર્ડના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘If I would have contributed more, maybe it could have been different’: CSK skipper Ruturaj Gaikwad after loss to RCB
    Next Article
    Think Your Monthly Alcohol Binge Is Fine? Study Says It Triples Your Risk Of Liver Damage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment