Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 છગ્ગા ને 15 ચોગ્ગા, 91 બોલમાં 233 રન:પંજાબની ધરતી પર ગર્જ્યું અભિષેક શર્માનું બેટ; 202 રન તો માત્ર ચોગ્ગા-છગ્ગાથી ફટકાર્યા, ખતરનાક કમબેકથી વિરોધી બોલરોમાં ફફડાટ!

    21 hours ago

    ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ પંજાબ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટની એક વન-ડે મેચમાં બેવડી સદી ફટકારી છે. અમૃતસર મેન્સ સિનિયર ટીમ તરફથી રમતા અભિષેકે તરન તારન મેન્સ સિનિયર ટીમ સામે આ પરાક્રમ કર્યું. તેની આ ઇનિંગ્સને કારણે અમૃતસરની ટીમે 50 ઓવરમાં 500 રનનો આંકડો પાર કરી લીધો. 15 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા અભિષેકે આ મેચમાં 91 બોલનો સામનો કરીને 233 રનની ઇનિંગ રમી. તેણે 250થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા. એટલે કે તેણે માત્ર બાઉન્ડરીથી જ 202 રન બનાવ્યા. આ મેચમાં અભિષેકની ડબલ સેન્ચુરી અને અભય ચૌધરીની 91 રનની ઇનિંગના દમ પર અમૃતસર મેન્સ સિનિયર ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 533 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ખરાબ ફોર્મ પછી જોરદાર વાપસી તાજેતરના સમયમાં અભિષેક શર્મા ભારતીય ટીમ માટે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની છેલ્લી સાત ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. ઝિમ્બાબ્વે સામેની તાજેતરની ત્રણ મેચની સિરીઝમાં તેણે 1, 8 અને 2 રન બનાવ્યા હતા. એશિયન ગેમ્સ સ્ક્વોડમાં અભિષેકનો સમાવેશ શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની ભારતીય T20 ટીમ હવે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં એક્શનમાં જોવા મળશે. આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ભારતીય ચાહકોની નજર અભિષેક શર્મા પર રહેશે, જેના પર ટીમને ઝડપી શરૂઆત અપાવવાની જવાબદારી હશે. અભિષેકે અત્યાર સુધી 56 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 187.24ના સ્ટ્રાઈક રેટથી 1629 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 11 ફિફ્ટી ફટકારવાનો કારનામો કર્યો છે. એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના બાબરકોટમાં કાચું મકાન ધરાશાયી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી
    Next Article
    સેલિબ્રેશન વચ્ચે ભારતનો ખોટો નકશો જોઈને ભડકી ભારતીય બોક્સર:અડધું કાશ્મીર અને નોર્થ ઇસ્ટ ગાયબ, ગ્લોસગોમાં રેસ્ટોરન્ટની ગંભીર ભૂલ; લવલીનાની નારાજગી પછી માફી માગી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment