Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદ અને ચાંદીપુરા વાયરસ વચ્ચે ગુજરાત 'હાઈ એલર્ટ' પર:આરોગ્ય તંત્રને 24x7 તૈયાર રહેવાનો આદેશ, ગોધરામાં બે બાળકોના મોત બાદ યુદ્ધના ધોરણે કાર્યવાહી

    1 day ago

    રાજ્યમાં એક તરફ ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની સ્થિતિ છે, તો બીજી તરફ ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોના મોત બાદ ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદી સ્થિતિ, આરોગ્ય સેવાઓની તૈયારી અને ચાંદીપુરા વાયરસ સામેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફને 24 કલાક સેવા આપવા નિર્દેશ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે, વરસાદની મોસમમાં પાણીજન્ય રોગો તેમજ ઝેરી જીવજંતુ કરડવાના બનાવો વધતા હોવાથી રાજ્યની તમામ 108 એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના તમામ PHC અને CHC કેન્દ્રોમાં પણ પૂરતી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જ્યાં દવાઓની જરૂર પડશે ત્યાં તાત્કાલિક પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને 24 કલાક સેવા માટે તૈયાર રાખવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના આરોગ્ય વિભાગે ખાસ કરીને રેડ એલર્ટ ધરાવતા અમરેલી, રાજુલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ ગંભીર અથવા ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ આગોતરી તૈયારીના ભાગરૂપે દરેક જિલ્લાના આરોગ્ય માળખાની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગોધરામાં બે બાળકોના મોત બાદ યુદ્ધના ધોરણે કાર્યવાહી બીજી તરફ, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોતની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી વિશેષ કામગીરી શરૂ કરી છે. તપાસ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં 'સેન્ડ ફ્લાય' જોવા મળતાં ગામોમાં દવાનો સઘન છંટકાવ, ઘર-ઘર સર્વે અને આરોગ્ય તપાસની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને પાવડરનો જથ્થો ઉપલબ્ધ મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે, ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ છે અને સ્થાનિક આરોગ્ય ટીમો સતત દેખરેખ રાખી રહી છે. વર્ષ 2024માં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે તમામ ગામોમાં પણ તકેદારીના ભાગરૂપે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ અને પાવડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. બાળકોને માખી-મચ્છરથી સુરક્ષિત રાખવા આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે, બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પહોંચવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ ગોધરા તાલુકાના બે ગામો સિવાય અન્ય ક્યાંય ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા નથી. ગભરાવાની જરૂર નથી, પરંતુ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, કાચા મકાનોની તિરાડો પૂરવી અને બાળકોને માખી તથા મચ્છરથી સુરક્ષિત રાખવા જેવી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:ત્રણ માસથી નાસતા હિતેષ ઉર્ફે ટકો મુંધવારની ત્રાજપર ચોકડી પાસેથી ધરપકડ
    Next Article
    Surya Blasts 'Fake Quote', But Has 'Special Word' For Vaibhav Sooryavanshi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment