Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા:નિર્લિપ્ત રાયની 20 ટીમે 10 દિવસમાં જ MPમાંથી દબોચી ભોં ભેગા કર્યા, 76 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

    12 hours ago

    રાજકોટ જિલ્લાના શાપરના જુના રાજવી પરિવારના જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલી 2.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસ ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર પાંચ આરોપીની શોધખોળ હાથ ધરી છે. લીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે. 2.49 કરોડની લૂંટમાં 2.47 કરોડ રોકડ, 2 લાખના સોનાના દાગીના અને 10,000ની બાર બોરની રાઇફલનો સમાવેશ થાય છે. આરોપીઓના સબંધી અગાઉ શાપરમાં રહેતા હતા. જેથી વૃદ્ધ એકલા રહેતા હોવાની અને ઘરમાં રોકડ રકમ હોવાની માહિતીના આધારે આ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા રૂપિયા 41 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકાર બની ગયો હતો અને પોલીસે અલગ અલગ 20 ટીમ બનાવી કામગીરી વહેંચીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને ડ્રોન કેમેરાથી કરેલી તપાસ, CCTV ફૂટેજ અને મોબાઈલ ટાવર ડમ્પ લોકેશન સહીત ટેક્નિકલ પુરાવાથી આરોપીને પકડવા સફળતા મળી છે. જો કે એ ગુનામાં મુખ્ય આરોપી હજુ પણ પકડથી દૂર છે. મુખ્ય આરોપી પકડાયા બાદ વધુ મુદામાલ રિકવર થશે. તેમજ ટીપ આપનાર વ્યક્તિ અંગે માહિતી મળતા આરોપીઓનો આંક પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. પોલીસની 20 ટીમે દાહોદ-ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં ભૂતકાળમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગની તપાસમાં દોડી ગઇ હતી અને તેની સંડોવણી અંગે તપાસ કરી હતી. ત્યાર બાદ બાતમીના આધારે ત્રણ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. 19 જૂન, 2026ના રોજ શાપર સ્‍ટેટના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્‍યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 49 લાખની માલમત્તાની લૂંટ ચલાવી લેતાં સનસનાટી મચી ગઈ હતી. લૂંટારાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બાર બોરની પરવાનાવાળી રાયફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં જિલ્લાભરની પોલીસ ભેદ ઉકેલવા કામે લાગી હતી. એક લૂંટારો લોખંડની પાઇપ લઈ છાતી પર ચડી ગયો હતો શાપરમાં રહેતાં સ્‍ટેટના મોભી તરીકે નામના ધરાવતાં જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.77) ગતરાતે શાપર ખાતેના પોતાના નિવાસસ્‍થાને એકલા સુતા હતાં ત્‍યારે રાતે દોઢેક વાગ્‍યે અચાનક તેમના મકાનમાં પાંચ બુકાનીધારી ઘુસી આવ્‍યા હતાં અને ખાંખાખોળા કરતા હોય ત્યારે જીતેન્‍દ્રસિંહ અવાજ થતાં જાગી ગયા હતાં, પરંતુ તેઓ કંઇ સમજે એ પહેલા જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢુ દબાવી દીધુ હતું અને બાકીના ચાર લૂંટારાઓએ ઘરના તિજોરી-કબાટ તોડી નાંખ્‍યા હતાં અને તેમાંથી રોકડ-દાગીના લૂંટી લીધા હતાં. વૃદ્ધે પુત્રને ફોન કર્યો લૂંટ ચલાવ્‍યા બાદ પાંચ બુકાનીધારી લૂંટારા જીતેન્‍દ્રસિંહ જાડેજાને બાજુના બીજા રૂમમાં પુરી ભાગી ગયા હતાં. આ પછી જીતેન્‍દ્રસિંહ કોઇપણ રીતે દરવાજાના બોલ્‍ટ ખોલીને દરવાજો ખેડવી બહાર આવ્‍યા હતાં. તેમણે તપાસ કરતાં લૂંટારા કબાટમાંથી રોકડા રૂ. 2 કરોડ 47 લાખ, સોનાના દાગીના તેમજ તેમનો મોબાઇલ ફોન અને એક બાર બોરની રાયફલ ગાયબ હતાં. આ પછી જીતેન્‍દ્રસિંહ અન્‍ય એક રૂમમાં ગયા હતાં જ્‍યાં તેમના પત્‍નીનો મોબાઇલ ફોન રાખ્‍યો હોઇ તેમાંથી રાજકોટ ભક્‍તિનનગર સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતાં પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરતાં તેઓ તથા બીજા પરિવારજનો તુરત જ શાપર પહોંચ્‍યા હતાં અને રૂરલ પોલીસને જાણ કરી હતી. પુત્રને પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ધંધો લૂંટનો ભોગ બનનાર જીતેન્‍દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજાને શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ છે અને રીયલ એસ્‍ટેટના ધંધામાં પણ મોટુ નામ ધરાવે છે. જમીન વેંચાણનું કામ ચાલુ હોવાથી જીતેન્‍દ્રસિંહ જાડેજા શાપરના આ ઘરે જ એકલા રહેતાં હતાં. તેમના દીકરા સહિતના બીજા પરિવારજનો રાજકોટ રહે છે. જીતેન્‍દ્રસિંહના ધર્મપત્નીને પણ પગમાં ઓપરેશન હોઇ કેટલાક દિવસથી તેઓ રાજકોટ હતાં. રાતે જીતેન્‍દ્રસિંહ એકલા જ અહીં હતાં. રેકી કર્યા બાદ ઘટનાએ અંજામ આપ્યો આ સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્‍યાની શંકા છે. તેમના પુત્ર દ્વારા હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ ચાલુ કરવામાં આવ્યું હોઇ તેની રકમ આવે તે શાપર ખાતેના ઘરમાં જ રાખવામાં આવતી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃદ્ધ એકલા જ અહીં હોવાની વિગતોથી લૂંટારા વાકેફ હતા. મને મુક્કો મારીને પાડી દીધો પછી મોઢે ડૂચો દીધો: ભોગ બનનાર લૂંટના દિવસે ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજો તોડી ચાર-પાંચ જણા અંદર ઘૂસ્યા. અવાજ થયો એટલે હું જાગી ગયો.2 કરોડ 47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક રાઇફલ અને એક નાનો મોબાઈલ ચોરી કરી જતા રહ્યા.
    Click here to Read More
    Previous Article
    રાજીનામાના ત્રીજા દિવસે ચંપત રાય દિલ્હી ગયા:સંઘ રામમંદિર દાન ચોરીનો રિપોર્ટ અને નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીઓમાં લાગ્યું
    Next Article
    જેઠ પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર:અંબાજી-ખેડબ્રહ્મામાં 'જય અંબે'નો નાદ, ચોટીલા-ઊંઝામાં હજારો માઈભક્તો પહોંચ્યા, મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment