Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ, 7 દિવસ આગાહી નહીં:નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર; અત્યાર સુધીમાં 21.74% વાવેતર સંપન્ન, કપાસ-મગફળી મોખરે

    8 hours ago

    હાલ રાજ્યમાં ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા બે દિવસમાં એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો 37°C પાર રહ્યો, જેમાં ભાવનગર 37.2°C સાથે સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિઝિયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (21.06 ઇંચ) વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ કોરું રહ્યું છે. ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાંથી કુલ 8,324 લોકોનું સ્થળાંતર અને 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ સાત દિવસ સુધી ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવળી નથી. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે. અમદાવાદ શહેરની હાલની સ્થિતિ અને તાપમાન અમદાવાદ શહેરમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જ્યાં મહત્તમ તાપમાન 36.4°C અને લઘુત્તમ તાપમાન 27.2°C નોંધાયું છે. તેમજ 10 જુલાઈની સવારે ભેજનું પ્રમાણ 78% જેટલું ઊંચું અને સાંજે 49% નોંધાયું છે. સાત દિવસની હવામાનની આગાહી રાજ્યમાં સરેરાશ 24.63% વરસાદ, નર્મદા ડેમ 65%થી વધુ ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 223.88 મિમી નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિઝિયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (534.92 મિમી) અને સૌરાષ્ટ્રમાં 27.61% (210.44 મિમી) વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ રિઝિયનમાં માત્ર 1.92% થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ કોરું રહ્યું છે. ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાંથી કુલ 8,324 લોકોનું સ્થળાંતર અને 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જળાશયોની સ્થિતિ: નર્મદા અને અન્ય મુખ્ય ડેમ રાજ્યના 24 જળાશયો વહીવટી તંત્રની દેખરેખ હેઠળ એલર્ટ પર માર્ગ વ્યવહારની સ્થિતિ ભારે વરસાદને કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના 48 રસ્તાઓ અને 1 સ્ટેટ હાઈવે સહિત કુલ 54 રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમને પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. GSRTCની તમામ એસ.ટી. બસ સેવાઓ હાલ સંપૂર્ણપણે સામાન્ય અને ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21.74% વાવેતર સંપન્ન, કપાસ અને મગફળી મોખરે ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. રોકડીયા પાકો (કપાસ અને તેલીબિયાં) ⇒ કપાસ: રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સામાન્ય વિસ્તારના 39.1% વિસ્તારમાં એટલે કે 9,31,926 હેક્ટરમાં કપાસનું સફળ વાવેતર થઈ ગયું છે. ⇒ મગફળી: તેલીબિયાં પાકોમાં મગફળીનું વાવેતર સૌથી આગળ છે. રાજ્યમાં કુલ 6,28,888 હેક્ટર વિસ્તારમાં મગફળી વવાઈ ચૂકી છે, જે તેના સામાન્ય વિસ્તારના 32.83% જેટલું થાય છે. ⇒ સોયાબીન: સોયાબીનનું વાવેતર 35,200 હેક્ટર (12.51%) વિસ્તારમાં પૂર્ણ થયું છે. ⇒ કુલ તેલીબિયાં પાકો: મગફળી, સોયાબીન, તલ અને એરંડા સહિતના તમામ તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 6,66,029 હેક્ટર (22.72%) વિસ્તારમાં થયું છે. અનાજ પાકો ⇒ ડાંગર: અત્યાર સુધીમાં 30,435 હેક્ટર (3.43%) વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. ⇒ મકાઈ: મકાઈનું વાવેતર 37,101 હેક્ટર (13.1%) વિસ્તારમાં નોંધાયું છે. ⇒ બાજરી અને જુવાર: બાજરીનું વાવેતર 8,534 હેક્ટર (4.76%) અને જુવારનું વાવેતર 540 હેક્ટર (3.22%) વિસ્તારમાં થયું છે. ⇒ કુલ અનાજ પાકો: રાજ્યમાં કુલ 76,683 હેક્ટર (5.56%) વિસ્તારમાં અનાજ પાકોનું વાવેતર પૂરું થયું છે. કઠોળ અને અન્ય પાકો કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે, ચાલુ સિઝનમાં ખેડૂતોએ કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકોના વાવેતરમાં સૌથી વધુ ઉત્સાહ દાખવ્યો છે, જ્યારે અનાજ અને કઠોળનું વાવેતર હજુ પ્રારંભિક તબક્કામાં છે. આગામી દિવસોમાં વરસાદની પ્રગતિ સાથે વાવેતરમાં વધુ વધારો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    PM Modi in New Zealand: भारत-न्यूजीलैंड के बीच क्या हुई डील? India-New Zealand Deal | PM Modi
    Next Article
    હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોથી બાળકીનું મોત:16 દિવસમાં પાંચમા શંકાસ્પદ કેસની આશંકા, રિપોર્ટ પેન્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment